વાંકાનેર શહેર નજીક આવેલ વઘાસીયા ટોલનાકા પાસેથી પસાર થતા એક બાઈક સવાર વૃદ્ધને ડમ્પર ચાલકે હડફેટે લેતા વૃદ્ધને ગંભીર ઈજા પહોંચી હતી જેથી તેનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના લાલપર ગામ ખાતે રહેતા સુરેન્દ્રસિંગ વિક્રમસિંગ યાદવ (ઉ.વ.૬૦) નામના વૃદ્ધ પોતાનું બાઈક નં. GJ 36 AB 1390 લઈને ઢુવાથી વાંકાનેર બીએસએનએલ ઓફીસ જતા હોય ત્યારે વઘાસીયા ટોલનાકા નજીક ડમ્પર નંબર GJ 36 T 3145 ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી ગંભીર અકસ્માત સર્જ્યો હતો,

જેમાં બાઈક ચાલક વૃદ્ધના મોપેડને હડફેટે લેતા તેને ગંભીર ઈજા પહોંચતા તેનું મોત થયું હતું, જેથી આ બનાવમાં મૃતકનાં ભાઈની ફરિયાદ પરથી વાંકાનેર સીટી પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI

error: Content is protected !!