ગ્રામ્ય વિસ્તારોમાં કારખાનામાં બાંધકામ મંજૂરી માટે ગ્રામ પંચાયતોમાં બેફામ લાંચ લેવાતી હોવાનું જગ જાહેર છે ત્યારે આજે મોરબી એન્ટી કરપ્શન બ્યુરોએ વાંકાનેર શહેર ખાતે રાજકોટના સણોસરા ગામના સરપંચ પુત્રને રૂ. 1.50 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના સણોસરા ગામ નજીક શ્રીનાથજી પોલીટેકના સેડ બાંધકામનો મજુરી કોન્ટ્રાકટ રાખનાર એક શખ્સે સણોસરા ગ્રામ પંચાયતમાંથી બાંધકામની મંજુરી મેળવવા સણોસરા ગ્રામ પંચાયતનેે અરજી કરતા સણોસરા ગ્રામ પંચાયતમાંં મહિલા સરપંચ જુબેદાબેને સરપંચને લગત કોઇ પણ કામ પોતાનો દિકરો રાહિદ કરતો હોય તેની સાથે વાત ચીત કરવા જણાવ્યુ હતું….

જે બાદ કોન્ટ્રાકટરએ સરપંચના પુત્ર રાહિદને રૂબરૂ મળતા બાંધકામની મંજુરી આપવાના રૂ.૨,૫૦,૦૦૦/- ની લાંચ માંગણી કરી રકજકના અંતે રૂ.૧,૫૦,૦૦૦/- નુું નકકી કરેલ અને ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય જેથી ફરીયાદીએ મોરબી એસીબીને બાબતે ફરિયાદ કરતા એસીબી પીઆઇ જે. એમ. આલ દ્વારા આજરોજ પંચો સમક્ષ લાંચનું છટકું ગોઠવતા આરોપી રાહીદ રઝાક શેરશીયા (ઉ.વ.૨૬) વાળો વાંકાનેર શહેરના ગુલશન પાર્ક મેઈન રોડ પર આર કે વોટર સપ્લાય ખાતે લાંચની રકમ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC

error: Content is protected !!