વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ગતરાત્રીના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના નવા રાજાવડલા ગામ ખાતે દરોડો પાડી ગરબી ચોક પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા બે શખ્સોને ઝડપી લીધા હતા જ્યારે બાકીના છ પત્તા પ્રેમીઓ પોલીસને જોઈ ફરાર થઈ ગયા હતા…..

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ હોળી તહેવાર નિમિત્તે નાઈટ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી હતી કે, નવા રાજાવડલા ગામે ગરબી ચોક પાસે કોઈ શખ્સો જાહેરમાં જુગાર રમતા હોય, જેથી પોલીસે નવા રાજાવડલા ગામે ખાતે આવેલ ગરબી ચોક પાસે પહોંચતા ત્યાં જાહેરમાં જુગાર રમતા શખ્સોમાં નાસભાગ મચી ગઇ હતી…

જેમાં પોલીસે ૧). કિશોરભાઈ નરશીભાઈ ડેડાણીયા અને ૨). સંદિપભાઈ દિનેશભાઇ દેત્રોજાને લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા રોકડ રકમ રૂ. 1780 સાથે ઝડપી લીધા હતા, જેથી પોલીસે આ બનાવમાં ફરાર થઈ ગયેલ આરોપી ૩). પિન્ટુભાઈ ભીખાભાઈ રોરોયા, ૪). વિપુલભાઈ હકાભાઈ ડાભી, ૫). સુનીલભાઈ કેશુભાઈ સચરોટીયા, ૬). જેન્તીભાઇ કાળુભાઇ ડેડાણીયા, ૭). વિજયભાઈ ગીરધરભાઇ સારલા અને ૮). ભરતભાઈ લાખાભાઇ સિંહોરા સહિત તમામ આરોપીઓ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC

 

 

error: Content is protected !!