વાંકાનેર તાલુકાની વિવિધ શાળાઓમાં ‘ શાળા પ્રવેશોત્સવ ‘ કાર્યક્રમ યોજાયો….

0

રાતડીયા, મેસરીયા, ભલગામ અને ઠીકરીયાળા ગામે જીજ્ઞાશાબેન મેર દ્વારા બાળકોનું સ્વાગત કરાયું….

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વાંકાનેર તાલુકાની વિવિધ શાળાઓમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયા હતા જેમાં વાંકાનેર તાલુકા પંચાયત સદસ્ય શ્રીમતી જિજ્ઞાસાબેન મેરે રાતડીયા, મેસરીયા, ભલગામ અને ઠીકરીયાળા ગામે હાજરી આપી હતી અને સ્વખર્ચે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, પેડ તથા પેન્સિલ-રબ્બર સહિતનો સેટ ભેટ સ્વરૂપે આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન સાથે શાળામાં પ્રવેશ અપાયો હતો…

આ તકે વાંકાનેર રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી પી. પી. નરોડિયા, જિલ્લા રોજગાર અધિકારી શ્રી બી. ડી. જોબનપુત્રા, મહિકા સી.આર.સી. મેહુલભાઈ, મેસરીયા સી.આર.સી. દિવ્યેશભાઈ, ગામના સરપંચો, ગામના આગેવાનો અને ગામના નાગરિકોએ હાજરી આપી હતી. આ સાથે જ ઉપરોક્ત ગામોમાં વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI