વાંકાનેર બાઉન્ડ્રી નજીક બાઈક અકસ્માતમાં યુવાનનું મોત, ત્રણ ઇજાગ્રસ્ત…

0

ચોટીલા મંદિરએ દર્શન કરવા જતી વેળાએ કાળનો ભેટો, ત્રણ વર્ષની બાળકી સહિત ત્રણ ઇજાગ્રસ્ત સારવાર હેઠળ…

વાંકાનેર બાઉન્ડ્રી નજીક ગત તા. ૨૧ ના રોજ ચોટીલા મંદિરએ દર્શન કરવા જતાં એક પરિવારને રસ્તામાં કાળનો ભેટો થયો હતો જેમાં ચાર સવારી બાઇકને બાઉન્ડ્રી ઓવરબ્રિજ પર અકસ્માત નડ્યો હતો જેમાં એક યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું જ્યારે એક ત્રણ વર્ષની બાળકી, મહિલા અને એક પુરુષને પણ ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ઘુટું નજીક સિમ્પોલી સિરામિકમાં રહેતા પિતાના ઘેર દિકરી ખુશીબેન ભરતભાઇ ડામોર અને તેના પતિ ભરતભાઇ (રહે. બંને લીમ્બાસી, ખેડા) આટો મારવા આવેલ હોય જ્યાંથી બંને પતિ-પત્ની, બેનની દિકરી રિયા અને સંબંધી વિક્રમભાઈ ભુનિયાભાઈ પિતાના મોટર સાયકલ નં. GJ 36 N 3028 લઈને ચોટીલા દર્શને જઈ રહ્યા હતા ત્યારે વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઓવરબ્રિજ પર તેમનું ચાર સવારી બાઈક સ્લીપ થઈ જતા ચારેયને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી બધાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા…

જ્યાં હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિક્રમભાઈ ભુનિયાભાઈનું મોત થયું હતું, જ્યારે ખુશીબેન, ભરતભાઇ અને ત્રણ વર્ષીય રીયાને ઇજાઓ પહોંચી હતી. જેથી આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે બાઈક ચાલક ભરતભાઇ ડામોર વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI