વાંકાનેર વિસ્તારના ખેડૂતોને અન્યાય બાબતે કોંગ્રેસ અગ્રણી અને વાંકાનેર માર્કેટિંગ યાર્ડના પુર્વ ચેરમેન ઈરફાન પીરઝાદા દ્વારા ઉર્જામંત્રીને રજુઆત કરાઇ…..

વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારમાં ગૃહ ઉદ્યોગોને વીજ કનેકશન
આપવા અંગેના થતા અન્યાય બાબતે વાંકાનેર માર્કેટીંગ યાર્ડના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસ અગ્રણી ઇરફાન પીરઝાદાએ રાજયના ઉર્જા મંત્રીને લેખીતમાં રજુઆત કરી બાબતે તાત્કાલિક સરકારશ્રીના પરિપત્રનો અમલ કરવા જણાવ્યું છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, ઉર્જામંત્રાલય દ્વારા તા. ૧૮-૦૫-૨૦૨૨ ના સંદર્ભ પત્ર બહાર પાડી ગ્રામ્ય વિસ્તારોમાં ગૃહ ઉદ્યોગોને વિજ કનેકશન મેળવવામાં પડતી મુશ્કેલી નિવારવા માટે સ્પષ્ટ ગાઇડલાઇન બહાર પાડી છે જેના મુજબ ખેડૂતોને ગૃહ ઉદ્યોગ માટે સરળતાથી વિજ કનેકશન મળી રહે પરંતુ આ પરિપત્રની અમલવારી હજુ સુધી વાંકાનેર વિસ્તારમાં કરવામાં આવી નથી જે વાંકાનેર વિસ્તારના ખેડૂતો સાથે ભેદભાવ સ્પષ્ટ કરે છે….

વાંકાનેર તાલુકાના વાડી વિસ્તારમાં ધંધાકીય વિજ કનેકશનો મેળવવા માટે અરજદારો લાંબા સમયથી પીજીવીસીએલની કચેરીએ ધરમ ધકકા ખાય છે. છતાં કચેરી દ્વારા વિજ કનેકશનો આપવામાં આવતા નથી, જયારે મોરબીના વાડી વિસ્તારમાં આવા કનેકશનો ખાસ સુચિત ગણી અરજદાર પાસેથી માત્ર નોટરાઇઝ સંમતી અને ડીપોઝીટ મેળવી કનેકશનો આપવાનો નિર્ણય કરેલ છે. કોઇ ખાસ વિસ્તાર માટે વિજ કનેકશનો આપવા માટેની સરકારની નિતી આમ પ્રજા માટે હળાહળ અન્યાય કર્તા છે, જેથી આ બાબતે સરકારી તંત્ર ભેદભાવ ભુલી અને મોરબીની જેમ વાંકાનેર વિસ્તારના ખેડૂતોને પણ ગૃહ ઉદ્યોગ માટે વિજ કનેકશન ફાળવે તે અનિવાર્ય છે….

વાંકાનેર તાલુકો ૧૦૩ ગામનો તાલુકો છે, આ તાલુકામાં મોટા ભાગની ગ્રામ્ય પ્રજા ગામ તળની‌ આજુ-બાજુના પોતાની માલિકીના વાડી વિસ્તારમાં ગામ તળથી ૧ કિ.મી. ની મર્યાદાથી પણ ઓછામાં વસવાટ કરે છે. તેઓ ખેતી, પશુપાલન, પોલ્ટ્રીફાર્મના વ્યવસાથ સાથે સંકળાયેલા ખેડૂતો પોતાનું ગુજરાન ચલાવવા ખેતી સાથે ગૃહ ઉદ્યોગોથી આર્થીક ઉપાર્જન મેળવે છે. ગૃહ ઉદ્યોગ ચલાવવા માટે જરૂરી વિજ કનેકશનો મેળવવા માટેની અનેક અરજીઓ વાંકાનેર પીજીવીસીએલની કચેરીઓમાં અનિર્ણિત તથા પેન્ડીંગ છે.

ગામતળની આજુ-બાજુની વસાહતોમાં વીજ કનેકશનો મળે તે માટે આ અગાઉ ઘણા લાંબા સમયથી અનેક વાર સરકારશ્રીમાં અને સ્થાનીક કચેરીઓમાં રજુઆતો કરતા આવ્યા છીએ છતાં આ વિકટ પ્રશ્નનો નિકાલ કરવામાં આવેલ નથી. વાંકાનેર વિસ્તારમાં બહુમતીએ લઘુમતી તથા બક્ષીપંચના લોકો વસવાટ કરે છે. અને તેઓ મોટા ભાગે ખેતી પશુ પાલન સાથે સંકળાયેલા લોકો આર્થીક ઉપાજન દ્વારા પગભર થઇ પોતાનું જીવન નિર્વાહ સારી રીતે કરી શકે તે માટે ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટેનો ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના તા. ૧૮-૦૫-૨૦૨૨ ના પરિપત્રનો અમલ માત્ર મોરબી પૂરતો સીમીત ન રાખતા સમગ્ર વાંકાનેર તાલુકામાં પણ કરવામાં આવે તો રાજ્ય સરકારનો ગૃહ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનું હેતું પાર પડે તેવું અમારૂ સ્પષ્ટ માનવું છે. ઉપરોકત સંદર્ભ પત્રના અમલ માટેનો વ્યાપ વધારી વાંકાનેર તાલુકા સહીત મોરબી જીલ્લાના અન્ય તાલુકાઓમાં પણ આ અમલવારી કરવવા શ્રી ઈરફાન પીરઝાદાએ ઉર્જામંત્રીને લેખિતમાં રજૂઆત કરી માંગ કરી છે….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI

error: Content is protected !!