પાંચ દિવસ પહેલા પરિણીતાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો, મૃતક મહિલાના પિતાએ પતિ અને સાસુ સામે પોલીસ ફરિયાદ નોંધાવી….

વાંકાનેર શહેર ના વીસીપાર વિસ્તારમાં આવેલ ડબલ ચાલીમાં રહેતી પરણીતાએ કોઈ કારણોસર પાંચ દિવસ પહેલા પોતાના રૂમમાં રાત્રી દરમિયાન ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો, જે બનાવમાં મૃતકના પિતાએ વાંકાનેર સિટી પોલીસમાં પરિણીતાના પતિ અને સાસુની સામે ફરિયાદ નોંધાવી છે, જેથી પોલીસે બંને સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ધ્રાગંધ્રામાં કામદાર સંધ હાઉસીંગ બોર્ડ ખાતે રહેતા હારૂનભાઈ ઈસ્માઈલભાઈ માલાણી (ઉ.વ. ૬૦)એ વાંકાનેર સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીની દીકરી રોશનબેન (ઉ.વ‌. ૨૨)ના લગ્ન ચાર મહિના પહેલા વાંકાનેરના હમિદભાઈની સાથે લગ્ન થયા હતા જેમાં ગત તા. ૧૯ ના રાત્રિના એક વાગ્યાથી સવારના સાડા સાત વાગ્યા વચ્ચે તેમની દિકરીએ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.

જેમાં છેલ્લા ચાર માસના દાંપત્ય જીવનમાં આરોપી મહિલાના પતિ હમીદભાઇ હબીબભાઇ મોવર અને સાસુ હસીનાબેન હબીબભાઇ મોવરએ ઘરકામ બાબતે મૃતક સાથે ગાળો બોલી, ઢીકાપાટુનો માર મારી તથા મેણાટોણા મારી માનસિક અને શારીરીક દુ:ખ/ત્રાસ આપ્યો હતો અને તેના સાસુએ તેણીના પતીને ચડામણી કરીને માર ખવડાવીને ત્રાસ આપ્યો હતો જેથી કંટાળી જઈ ફરિયાદીની દીકરીએ ગળાફાસો ખાઈ આપઘાત કર્યો હતો…

જેથી આ બનાવમાં મૃતક મહિલાના પિતાની ફરીયાદ પરથી વાંકાનેર સીટી પોલીસે પતિ અને સાસુની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…..

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI

 

error: Content is protected !!