પીરઝાદા પેનલ દ્વારા હાઇકોર્ટમાં ધામા, એક મહિનામાં ચુંટણી કરવાના લવાદ કોર્ટના હુકમને આગામી મુદ્ત સુધી કોર્ટે સ્થગિત કર્યો….
વાંકાનેર તાલુકાના સહકારી રાજકારણમાં ભારે ચર્ચાસ્પદ રહેલ પંચાસીયા ગામની કિશાન સેવા સહકારી મંડળી મુદ્દે વધુ એક વણાંક આવ્યો છે, જેમાં લવાદ કોર્ટ દ્વારા ગત તા. 13 ના રોજ જુની ચુંટણી રદ કરી એક મહિનામાં નવેસરથી ચુંટણી કરવાના હુકમને પીરઝાદા પેનલે હાઈકોર્ટે પડકારતા આજે નામદાર હાઈકોર્ટે આ હુકમ પર સ્ટે આપતાં આ મુદ્દે ફરી રાજકારણ ગરમાયું છે….
બાબતે લવાદ કોર્ટના હુકમ બાદ જીલ્લા રજીસ્ટ્રાર દ્વારા પંચાસીયા કિશાન સેવા સહકારી મંડળીની ચુંટણી પ્રક્રિયા જાહેર કરવામાં આવી હતી, જે બાબતે પીરઝાદા પેનલ દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેમાં આજે નામદાર હાઈકોર્ટે લવાદ કોર્ટના હુકમ પર સ્ટે ફરમાવી ચુંટણી પ્રક્રિયા આગામી મુદતે તા. ૦૫/૭ સુધી સ્થગિત કરી છે. જેથી આ મુદ્દે વાંકાનેરના રાજકારણ ફરી ગરમાવો આવ્યો છે….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI