વાંકાનેર વિસ્તારમાં આવેલ પોલ્ટ્રી ફાર્મના ધંધા સાથે સંકળાયેલ એક્ટીવ ટ્રેડર્સ નામથી આવેલ પેઢી પાસેથી ભુજ(કચ્છ)ના રહેવાસી ઈમરાન અનવર રોહાએ અગલ અગલ તારીખે રૂ. ૫,૧૦,૫૮૪/- ની રકમનો ફીનીશર પેલેટ (ફીડ), પ્રી-સ્ટાટર ક્રમબ્સ (ફીડ), ચિક્સ, સ્ટાટર ક્રમબ્સ (ફીડ) વગેરે માલની ખરીદ કરેલ હતી જે માલની બાકીની રકમ ચુકવણી કરવા આરોપી ઈમરાન અનવર રોહાએ ચેક આપેલ જે ચેક બેન્કમાં વટાવવા નાંખતા ચેક રીટર્ન થયેલ હતો જેથી ઈમરાન અનવર રોહા સામે વાંકાનેરની કોર્ટમાં ફરીયાદ થતા કોર્ટે આરોપીને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી, ફરીયાદી ને વળતર પેટે રૂ. ૫,૧૫,૦૦૦/- ચુકવવાનો હુકમ ફરમાવેલ છે….
બનાવની પ્રાપ્ત માહીતી અનુસાર ફરીયાદી એક્ટીવ ટ્રેડર્સના નામથી પેઢીમાંથી આરોપી ઈમરાન અનવર રોહાએ અલગ અલગ બીલથી ફીનીશર પેલેટ (ફીડ), પ્રી-સ્ટાટર ક્રમબ્સ (ફીડ), ચીકસ, સ્ટાટર ક્રમબ્સ (ફીડ) માલની ખરીદી કરેલ હતી અને આરોપી ઈમરાનએ માલની કીંમત ચુકવવા એકટીવ ટ્રેડર્સને રૂ. ૫,૧૦,૫૮૪ નૅ કિંમતનો ચેક આપેલ જે ચેક ફરીયાદી પેઢીએ બેન્કમાં જમા કરાવતાં ચેક વગર સ્વીકારે પરત ફરેલ હોય,
ત્યારબાદ આરોપીને નોટીસ આપવા છતા રકમ જમા ન કરાવતા ફરીયાદી પેઢી એક્ટીવ ટ્રેડર્સના પ્રોપરાઈટ માથકીયા માહમદભાઈ ઈબ્રાહીમભાઈએ વાંકાનેરના મહે. જયુ.મેજી.(ફ.ક.) સાહેબની કોર્ટમાં નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ મુજબ ફરીયાદ દાખલ કરતા સદરહું કેસની ટ્રાયલ ચાલતા આ કેસમાં ફરીયાદીના સીનીયર વકીલ શ્રીની દલીલ અને રજુ પુરાવાઓને ધ્યાને લઈ
જયુ.મેજી.(ફ.ક.) સાહેબની કોર્ટના જજ એસ. કે. પટેલએ એન.આઈ.એકટની કલમ-૧૩૮ મુજબ આરોપીને દોષીત માની એક વર્ષની સાદી કેસની સજા તથા રૂ. ૫,૧૫,૦૦૦ ફરીયાદીને ચુકવવાનો હુકમ ફરમાવેલ છે. આ કેસમાં ફરીયાદી એક્ટીવ ટ્રેડર્સ વતી વાંકાનેરના વકીલશ્રી શકીલ પીરઝાદા, સરફરાઝ પરાસરા, એ.વાય. શેરસીયા તથા તાજમીન કડીવાર રોકાયેલા હતા….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI