રેલવે ટ્રેક પર ઈંટોની કાચી દીવાલ બનાવી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરનાર અકબર મિયાણા અને લક્ષ્મણ કોળી નામના બે શખ્સોની ધરપકડ….
ગત તા. 12ના રોજ વાંકાનેર-મોરબી વચ્ચે રેલ્વે ટ્રેક પ૨ ઇંટોના ટુકડાઓની ત્રણ ફુટ જેટલી ઉંચી કાચી દિવાલ બનાવી કોઇ અજાણ્યા શખ્સો દ્વારા ડેમુ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો જેમાં ડ્રાઈવરની સતર્કતાએ કોઈ મોટો અકસ્માત સર્જાયો નહોતો, જેથી આ બનાવમાં રેલ્વે પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી, જે બનાવમાં આજે રેલ્વે પોલીસે બે શખ્સોની ધરપકડ કરતાં બનાવનો ભેદ ઉકેલાયો છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, ગત તા. ૧૨ ના રોજ રાત્રીના ૩:૪૫ કલાકે વાંકાનેર-મોરબી વચ્ચે દોડતી મુસાફર વગરની ખાલી ડેમુ ટ્રેનને ઉથલાવવા માટે મકનસર અને વાંકાનેર રેલવે સ્ટેશન વચ્ચે કિમી નં. ૦૧/૨-૩ રેલ્વે સિગ્નલ પાસે ઈંટોની ત્રણ ફુટ ઊંચી કાચી દિવાલ બનાવી હતી જેમાં ટ્રેનના ચાલક સલીમભાઇ મન્સુરીએ સતર્કતા દાખવી ડેમુ ટ્રેનની ઇમર્જન્સી બ્રેક મારી દીધી હતી, જેને કારણે બ્રોડગેજ લાઇનની ટ્રેક પર પડેલા ઈંટોના જથ્થા સાથે ડેમુ ટ્રેનનું એન્જિન અથડાઇને ઊભું રહી ગયું હતું….
બાદમાં ટ્રેનના ચાલક સલીમભાઇ ટ્રેનમાંથી નીચે ઉતરી તપાસ કરતા રેલ્વે ટ્રેક પર નકામી થઇ ગયેલી ઇંટોનાં ટુકડાઓનો ઢગલો તથા રેલ્વે ટ્રેકની આસપાસ ઇંટોના કટકા વિખેરાયેલા નજરે પડતાં તુરંત ટ્રેનના ચાલક સલીમભાઇએ બનાવ અંગે રાજકોટ રેલ્વે કંટ્રોલ રૂમને જાણ કરતાં રેલ્વે અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને બનાવની તપાસ શરૂ કરી હતી…
આ બનાવમાં રેલ્વે પોલીસની તપાસ દરમિયાન અકબર ઉર્ફે હક્કો દાઉદભાઈ મોવર મિયાણા(ઉ.વ. ૩૫, રહે. અમરાપરા ચોક, શેરી નં. ૩, મીલપ્લોટ, વાંકાનેર) અને લક્ષ્મણભાઈ મગનભાઈ ઈશોરા(કોળી) (ઉ.વ. ૩૩, રહે. ચંદ્રપુર, તા. વાંકાનેર)ના નામ ખુલતા બંનેની ધરપકડ કરી આગવી ઢબે પૂછપરછ કરતાં બંનેએ આ કૃત્ય કર્યું હોવાની કબૂલાત આપી હતી……
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI