વાંકાનેર શહેર ખાતે આવેલ સહયોગ ક્રેડીટ કો. ઓપ. સોસાયટી લી. દ્વારા વાંકાનેર તાલુકાના નવા લુણસરીયા ગામ ખાતે રહેતા જુબેર અમીભાઇ વડાવીયાને ધંધો કરવા માટે લોન આપેલ હોય જેના લેણદાર દ્વારા હપ્તા નહિ ભરતા ચડત હપ્તાની ચુકવણી પેટે લેણદારે બેંકને રૂ. ૫,૮૭,૩૮૬/- નો ચેક આપેલ જે ચેક વટાવવા માટે નાંખતા અપુરતા બેલેન્સના કારણે ચેક રીટર્ન થતા સહયોગ ક્રેડીટ કો.ઓપ.સોસા.લી.એ તેમના વકીલ મારફતે તા.૦૧/૧૨/૨૦૨૧ ના રોજ લેણદારને લીગલ નોટીસ આપેલ અને નિયત સમયમર્યાદમાં તે રકમ નહી ચુકવતા તે અંગેની ફરિયાદ,
સહયોગ ક્રેડીટ કો. ઓપ. સોસા. લી.એ વાંકાનેર કોર્ટમાં આરોપી જુબેર અમીભાઇ વડાવીયા વિરુદ્ધ કેસ દાખલ કરેલ જેમાં આરોપી હાજર નહિ થતા નામદાર કોર્ટે વોરંટ કાઢેલ અને હાજર રખાવેલ ત્યારબાદ સદરહુ કેસ નામદાર પટેલસાહેબની કોર્ટમાં ચાલી જતા આ કામના ફરિયાદીએ પોતાનો કેસ ની:શંકપણે સાબીત કરેલ હોય અને ફરિયાદીના વકીલશ્રી ફારૂક એસ. ખોરજીયાએ કરેલ દલીલોને માન્ય રાખીને આ કામના આરોપી જુબેર અમીભાઇ વડાવીયાને શ્રી પટેલ સાહેબે એક વર્ષની સજા અને ફરિયાદીને વળતર પેટે રકમ રૂ. ૫,૯૫,૦૦૦/- ચૂકવવાનો હુકમ કરેલ છે. આ કામના ફરિયાદી વતી વકીલ તરીકે ફારૂક એસ.ખોરજીયા, નાસીર એમ.જામ અને કૌશરબેન ખોરજીયા રોકાયેલ હતા….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0