વાંકાનેર શહેર નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે પર નવાપરા નજીક દેલવાડીયા સાહેબના દવાખાના સામે પગપાળા ચાલી રસ્તો ઓળંગી રહેલા આધેડને ત્યાંથી પસાર થતા એક ઇકો કાર ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં આધેડનું મોત થયું હતું…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.6ના રોજ સાંજના સમયે વાંકાનેર શહેર નજીક ડો. દેલવાડીયા સાહેબના દવાખાના સામે નેશનલ હાઇવે પર પગપાળા ચાલી રસ્તો ઓળંગતા સભાનારાયણ તિલેશ્વર શર્મા(રહે. હાલ રેલવે સ્ટેશન નજીક, વાંકાનેર, મુળ યુપી) નામના આધેડને ત્યાંથી પસાર થતી એક ઇકો કાર નંબર GJ 38 BB 2708ના ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત થયું હતું…
બનાવ અનુસંધાને મૃતક આધેડના પત્ની આશાબેન સભાનારાયણ શર્માએ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઈકો કાર ચાલક સામે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0