વાંકાનેર તાલુકાના ભેરડા ગામની સીમમાં આવેલ વાડી ખાતે ખેતી કરતાં એક ખેડૂતની બાજુમાં આવેલ ખેતર માલિક શેઢો સળગાવાતા હોય જેને ના પાડતા ઉશ્કેરાઈ જઈ બે શખ્સોએ ખેડૂત પર હુમલો કરી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધી કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ભેરડા ગામ ખાતે રહેતા હેમુભાઈ જેસિંગભાઈ સાબરીયાએ ગામની સીમમાં આવેલ એક વાડી ઉધડમાં વાવવ માટે રાખી અને તેમાં કપાસનું વાવેતર કર્યું હોય જેમાં આ વાડીના પાડોશી ભરો રસાભાઈ મકવાણા અને રસાભાઈ જીવાભાઈ મકવાણા (રહે. બન્ને ખાનપર) બંને આરોપી શેઢો સળગાવતા હોય,
જેથી ફરિયાદી હેમુભાઈએ બન્નેને આરોપીઓને શેઢો સળગાવવાની ના પાડી હતી. જેથી બંને આરોપીઓ ઉશ્કેરાઈ જઈ લાકડાના ધોકા વડે હેમુભાઈ ઉપર હુમલો કરી માર માર્યો હતો જેથી આ બનાવમાં હેમુભાઈએ બંને આરોપીઓ સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0