વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામ નજીક રસ્તા પર સાઈડમાં પાર્ક કરેલ એક ટ્રકના છાંયા હેઠળ આરામ કરવા માટે વૃદ્ધ મહિલા બેઠી હોય જેમાં ટ્રક ચાલકે ગંભીર બેદરકારી દાખવી આગળ જોયા વગર ટ્રક ચલાવી મુકતા વૃદ્ધા પર ટ્રકના વ્હીલ ફરી વળતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જેથી આ બનાવમાં મૃતકના પુત્રની ફરિયાદ પરથી પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામ તરફ જવાના રોડ પર સાઈડમાં પાર્ક કરેલ એક ટ્રક નંબર GJ 36 T 5887ના છાયામાં મકનસર ગામ ખાતે રહેતા ૭૦ વર્ષિય વૃદ્ધા પપીબેન ઉર્ફે ગંગાબેન સમજૂનાથ રાઠોડ આરામ કરવા માટે બેઠા હોય જે દરમિયાન ઉપરોક્ત ટ્રકના ચાલકે ગંભીર બેદરકારી દાખવી આગળ જોયા વગર પોતાના ટ્રક ચલાવી મુકતા ટ્રકની આગના ભાગે છાયામાં બેઠેલ પપીબેન ઉપર ટ્રકના વ્હીલ ફરી ગયા હતા જેથી ગંભીર ઈજાને કારણે મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું….

આ બનાવ અનુસંધાને મૃતક વૃદ્ધ મહિલાના પુત્ર ધીરૂનાથ સમજુનાથ રાઠોડે ગંભીર બેદરકારી દાખવનાર ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા પોલીસે આરોપી સામે આઇપીસી કલમ ૨૭૯, ૩૦૪-અ તથા એમ.વી.એકટ ૧૩૪, ૧૭૭, ૧૮૪ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7

error: Content is protected !!