વાંકાનેર : ચાર મહિલા સહિત જાહેરમાં જુગાર રમતા સાત ઝડપાયા…

0

વાંકાનેર સિટી પોલીસના પેટ્રોલિંગ દરમિયાન મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે શહેરના સીટી સ્ટેશન રોડ પર મચ્છુ નદીના કાંઠે જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગાર રમતી ચાર મહિલા સહિત કુલ સાત વ્યક્તિને રોકડ રકમ રૂ. 6,210 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના સિટી સ્ટેશન રોડ પર આવેલ મચ્છુ નદીના કાંઠે કોઈ શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર સીટી પોલીસે સ્થળ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૧). જાકીરભાઇ ઉસ્માનભાઈ શેખ, ૨). અબ્દુલ કાલુભાઈ ફકીર, ૩). અલીશાભાઈ નુરશાભાઈ શેખ,

૪). રાબિયાબેન રફિકભાઈ ફકીર, ૫). હાલીમાંબેન અલિશાનુરશા શેખ, ૬). જેનાબેન હાજીભાઇ શેખ અને ૭). સહેનાજબેન જાકીરભાઇને રોકડ રકમ રૂ. 6,210 સાથે ઝડપી પાડી આરોપીઓ સામે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GGMW3yYtFoRGJ5RjMVvSRS