વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામ ખાતે ગત તા. ૧૯ ના રોજ ૧૧ નિરાધાર દિકરીઓના શાહી લગ્નોત્સવ યોજાયા હતા જેમાં રાસ-ગરબા, બગી, ઘોડા, હાથી સહિતના શાહિ સમુસ લગ્નોત્સવમાં લગ્ન મંડપ પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી. જેમાં સમગ્ર ગુજરાતમાંથી મહાનુભાવો હાજર રહ્યા હતા….
વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામના ગામના સરપંચ બાબુભાઈ ભરવાડ અને સાંઈબાબા મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા તા.૧૯/૪, મંગળવારના રોજ રાતાવીરડા ગામે રામદેવપીર મંદિર ખાતે ૧૧ નિરાધાર દિકરીઓના શાહી સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. આ સમૂહ લગ્નોત્સવમાં સોમવારની રાત્રે રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું,
જેમાં ભવ્યાતિભવ્ય રીતે રાસ-ગરબા, હાથી, ઘોડા, બગી અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. તેમજ વિશેષમાં આ લગ્નોત્સવમાં હેલીકોપ્ટર વડે પુષ્પવર્ષા કરી દિકરીઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય સમુહ લગ્નોત્સવમાં સમગ્ર ગુજરાતમાંથિ સંતો-મહંતો સહિત વિવિધ ક્ષેત્રના દિગ્ગજો હાજર રહી અને નવ યુગલોને આશીર્વાદ આપ્યા હતા….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7