વાંકાનેર ગાયત્રી શક્તિપીઠ ખાતે ગઈકાલે નવરંગ નેચર કલબ રાજકોટ દ્વારા ગુરૂપૂર્ણિમાના પવિત્ર અવસરે 1,000 જેટલા આયુર્વેદિક અને દેશીકુળના રોપાઓનું વિનામૂલ્યે તેમજ 2,000 જેટલાં ફુલ-છોડના રોપા તથા 1,000 જેટલા કલમી ફળાઉ રોપાઓનું રાહત દરે વિતરણ કરવામાં આવ્યું હતું….

આ સાથે જ આ વિતરણ કાર્યક્રમ દરમ્યાન દેશી ઓસડીયા, મધ, શાકભાજીના બિયારણ, માટીના કુંડા, કપડાની થેલી, ચકલી ઘર વગેરેનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. જેની શરૂઆત ગાયત્રી શક્તિપીઠના મહંત અશ્વિનભાઈ રાવલના વરદ હસ્તે કરવામાં આવી હતી…

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નવરંગ નેચર કલબના વી. ડી. બાલા, પર્યાવરણ પ્રેમી ભુપતભાઈ છૈયા, ધ્રુવગીરી ગોસ્વામી, રામદેભાઈ ભાટીયા, કાર્તિકભાઈ રાવલ, જીતુભાઈ પાંચોટિયા, જીતેન્દ્રભાઈ અપારનાથી, પીયુષભાઈ ગોસ્વામી, રાહુલભાઈ વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EDrEarSL9YFCHucMHVvFvN

error: Content is protected !!