ગ્રામ પંચાયત દ્વારા વરસાદી પાણીના નિકાલની સફાઈ ન કરાતાં ભારે હાલાકીનો સામનો કરતાં નાગરિકો, બાબતે તાત્કાલિક યોગ્ય પગલાં ભરવા સ્થાનિકોની માંગ…
વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામની પ્રાથમિક શાળાની આજુબાજુ વરસાદી પાણીના નિકાલની યોગ્ય સાફ સફાઈ ન થવાને કારણે અહિં વરસાદી પાણીના તલાવડા ભરાઇ જતાં હોય જેથી સ્થાનિક નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે જેથી આ બાબતે તાત્કાલિક જવાબદાર તંત્ર દ્વારા ઘટતા પગલાં ભરી વરસાદી પાણીના નિકાલની યોગ્ય સફાઈ કરવામાં આવે તેવી સ્થાનિક નાગરિકોમાં લોકમાંગ ઉઠી છે….
બાબતે અહિં રાતિદેવરી ગામની પ્રાથમિક શાળાની આજુબાજુ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા હોય પરંતુ જવાબદાર ગ્રામ પંચાયત દ્વારા ચોમાસા પુર્વે તેની સફાઈ ન કરાતા આજે વરસાદી માહોલમાં શાળાની આજુબાજુના વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતાં હોય જેથી સ્થાનિક નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.
બાબતે સ્થાનિક નાગરિકો દ્વારા અનેકવાર ગ્રામ પંચાયતને રજુઆત કરવા છતાં હજું સુધી કોઈ કાર્યવાહી ન કરાતાં નાગરિકોમાં રોષ ફેલાયો છે, જેથી બાબતે તાત્કાલિક જવાબદાર તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલની સફાઈ કરાવવામાં આવે તેવી સ્થાનિક નાગરિકોમાં લોકમાંગ ઉઠી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EDrEarSL9YFCHucMHVvFvN