ડીઝલ-ટોલ ટેક્ષ સહિતમાં ભાવોમાં થયેલ વધારાને કારણે ટ્રાન્સપોર્ટરોને રાહત આપવા નિર્ણય લેવાયો…

ડીઝલ- ટોલ ટેક્ષ સહિતમાં ભાવ વધારાને કારણે આવેલા આર્થિક સંકટમાં ટ્રાન્સપોર્ટરોને રાહત આપતો નિર્ણય વાંકાનેર ટ્રાન્સપોર્ટ એસોસિયેશન દ્વારા લેવામાં આવ્યો છે. જેમાં આજથી જેનો માલ તેનો જ હમાલની અમલવારી કરવામા આવનાર છે…

બાબતે વાંકાનેર ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ સદામભાઈએ માહિતી આપતા જણાવ્યું હતું કે હાલ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ઘણી વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે. જેમાં પણ ડીઝલ તથા ટોલ ટેક્સના રૂપિયા દિવસે ને દિવસે વધી રહ્યા છે. જેથી આ વિકટ પરિસ્થિતિ માંથી ટ્રાન્સપોર્ટરોને બહાર કાઢવા ‘ જિસકા માલ ઉસકા હમાલ ‘ રસ્તો જરૂરથી અપનાવવો પડે તેમ હતો…

ઘણી બધી બાબતમાં ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ- નવી દિલ્હી તરફથી ઘણા બધા મુદ્દા ઉપર નિર્ણય લીધો છે. પણ હવે સમય આવી ગયો હતો કે આ બાબત ગંભરતાપૂર્વક લાગૂ કરવી. આ બાબતમાં અખિલ ભરતીય મોટર પરિવહન કોંગ્રેસ(નવી દિલ્હી) એ તા.09/07/2021 થી નિર્ણય લઈ તા 15/07/2021 થી અમલ કરવા આપણા રાજ્યમાં ગાડી માલિક તથા ટ્રાન્સપોર્ટ ભાઈઓને સુચવેલ કે ‘ જિસકા માલ ઉશકાં હમાલ ‘ નું પાલન કરે, જેથી વાંકાનેરના દરેક ટ્રાન્સપોર્ટ ભાઈઓને નમ્ર વિનંતી છે કે આપે ગાડી લગાવતી વખતે આ મુદ્દાની ચોખવટ કરી પછી જગાડી લગાવવી….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EDrEarSL9YFCHucMHVvFvN

error: Content is protected !!