મહારાણા કેશરીદેવસિંહજીના હસ્તે ધ્વજા દંડનું આરોહણ અને ધજા ફરકાવવામાં આવી….

વાંકાનેર શહેરની મધ્યે આવેલ પૌરાણિક શ્રી લાલજી મહારાજના ગુરુસ્થાન એવા શ્રી રઘુનાથજી મંદિર ખાતે નૂતન નવનિર્મિત ધ્વજા દંડનું આરોહણ વાંકાનેર રાજ પરિવારના મહારાણા રાજસાહેબ શ્રી કેશરીદેવસિંહજીના વરદ હસ્તે કરી ૮૦ વર્ષ બાદ રાજ પરિવાર દ્વારા મંદિર પર ધજા ફરકાવવામાં આવી હતી…

વાંકાનેર શહેર ખાતે આવેલ પૌરાણિક શ્રી રઘુનાથજી મંદિરનું નિર્માણ સવંત ૧૯૯૭ મહા સુદ ૧૧ રવિવાર તા.૯/૨/૧૯૪૧ ના રોજ મહારાજ શ્રી પ્રભુદાસજી મહારાજના વરદ હસ્તે કરવામાં આવ્યું હતુ અને બંને શિખરના ધ્વજ દંડ સ્થાપન અને ધજાજીનું પૂજન મહારાણા રાજ સાહેબ શ્રી અમરસિંહજી બાપુના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું…

અંદાજે ૮૦ વર્ષ પહેલા જે ધ્વજ દંડનું સ્થાપન અને ધજાનું પૂજન મહારાણા રાજસાહેબ શ્રી અમરસિંહજી બાપુના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું તેનું રાજપરિવારની ચોથી પેઢીએ મહારાણા રાજસાહેબ શ્રીકેશરીદેવસિંહજીના હસ્તે અષાઢ સુદ નોમ તા.૮/૭/૨૦૨૨ શુક્રવારના રોજ શ્રી રઘુનાથજી મંદિર ખાતે હાલના મહંતશ્રી ૧૦૦૮ છબિરામદાસજી મહારાજની પ્રેરણાથી અને વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન શ્રી જનરાયજીના શિખર પરના નવનિર્મિત ધ્વજા દંડ અને નૂતન ધજાનું પૂજન-અર્ચન વાંકાનેરના રાજ પરિવારના મહારાણા રાજસાહેબ શ્રી કેશરીદેવસિંહજીના વરદ હસ્તે કરી ધજા ફરકાવવામાં આવી હતી..

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI

error: Content is protected !!