સવારે 9 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી મળી શકશે ઇન્જેક્શન : ઇન્જેક્શન લેવા આવનારે નક્કી કરેલા અસલ ડૉક્યુમેન્ટ સાથે લાવવાના રહેશે..

મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દરેક જરૂરિયાતમંદ દર્દીને રેમડેસેવીર ઇન્જેક્શન મળી રહે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઇન્જેક્શનનું વિતરણ વી.સી. હાઇસ્કૂલ ખાતેથી સવારે 9થી બપોરે 12 વાગ્યા સુધી ગોઠવવામાં આવ્યું છે. સિટી સ્કેનમાં 10કે તેથી ઉપરનો સ્કોર હશે તેજ દર્દીઓને ઇન્જેક્શન આપવા અંગે પ્રાથમિકતા અપાશે. હોસ્પિટલોએ ઇન્જેક્શન લેવા આવતી વખતે આગલા દિવસે વપરાયેલ ઇન્જેક્શનના ખાલી વાયલ સાથે લાવવાના રહેશે. ઉપરાંત હોસ્પિટલોએ ઓનલાઇન લિંકમાં કેટલા બેડ ભરેલ છે તેની વિગત અપડેટ કરવાની રહેશે….

હોસ્પિટલમાં દાખલ દર્દીઓને રેમડેસીવીર કઈ રીતે મળશે ?

હોસ્પિટલમાં દાખલ દર્દીઓને હોસ્પિટલમાંથી જ ઇન્જેક્શન મળી જશે. જેના માટે હોસ્પિટલના પ્રતિનિધિઓ ઇન્ડેન્ટમાં દર્દીઓની વિગતો ભરી સાથે દર્દીવાઇઝ ડોકટરનું અસલ પ્રિસ્ક્રિપ્શન, તેઓનો આરટીપીસીઆર રિપોર્ટ, એન્ટીજન ટેસ્ટ રિપોર્ટ કે સિટી સ્કેન રિપોર્ટ તથા દર્દીનું આધારકાર્ડ લાવવાનું રહેશે.

કોવિડ કેર સેન્ટરમાં દાખલ દર્દીઓને રેમડેસીવીર કઈ રીતે મળશે ?

કોવિડ કેર સેન્ટરના દર્દીઓને ઇન્જેક્શન ત્યાંથી જ મળી રહેશે. પ્રતિનિધિએ દર્દી વાઇઝ ડોકટરનું અસલ પ્રિસ્ક્રિપ્શન તેઓનો આરટીપીસીઆર રિપોર્ટ, એન્ટીજન ટેસ્ટ રિપોર્ટ કે સિટી સ્કેન રિપોર્ટ તથા દર્દીનું આધારકાર્ડ લાવવાનું રહેશે…

હોમ આઇસોલેટ દર્દીઓને ઇન્જેક્શન ક્યાંથી મળશે ?

ડોકટર (એમડી)નું અસલ પ્રિસ્ક્રિપ્શન, દર્દીનો આરટીપીસીઆર રિપોર્ટ, એન્ટીજન ટેસ્ટ રિપોર્ટ કે સિટી સ્કેન રિપોર્ટ અથવા દર્દીનું આધારકાર્ડ લાવવાનું રહેશે…

સમગ્ર મોરબી જિલ્લાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને મોરબીના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/KtzP7mx3AkvCarWkgCgoCr

 

error: Content is protected !!