વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં એક શખ્સ જુગારધામ ચલાવતો હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર સીટી પોલીસે સ્થળ પર દરોડો પાડી ચાલતા જુગારધામમાં નવ શખ્સોને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ સ્ટાફને ખાનગી રાહે બાતમી મળેલ કે રાતીદેવરી ગામની સીમમાં એક શખ્સ પોતાની વાડીએ નાલ ઉઘરાવી જુગારધામ ચલાવતો હોય જેથી પોલીસે રાતીદેવરી ગામની ભામણીયા સીમમાં આવેલ ઇસ્માઇલભાઇ રહીમભાઇ માણસીયાની વાડીની ઓરડીમાં દરોડો પાડી જુગાર રમતા ૧). ઈસ્માઈલ રહીમ માણસીયા, ૨). નજરૂદ્દીન મામદ માથકીયા,

૩). નશરૂલ્લા નુરમામદ કડીવાર, ૪). જાહીદ હાજી માથકીયા, ૫). અયુબ મીમનજી કડીવાર, ૬). યુસુફ ઉસ્માન બાદી, ૭). ગુલાબ નુરમામદ કડીવાર, ૮). તોસીફ હસન માથકીયા અને ૯). હનીફ રહીમ માણસીયાને રંગે હાથ ઝડપી લીધા હતા…

પોલીસે આ દરોડા દરમિયાન નવ આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂ. 24,700 તથા નવ મોબાઈલ ફોન જેની કિંમત રૂ. 36,000 સહિત કુલ રૂ. 60,700 નો મુદ્દા માલ કબ્જે કરી આરોપીઓ સામે જુગાર ધારાની કલમ 4, 5 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI

error: Content is protected !!