વાંકાનેર : ચંદ્રપુર ગામ ખાતે સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા ચાર ઝડપાયાં…

0

વાંકાનેર શહેર નજીક આવેલ ચંદ્રપુર ગામ ખાતે નશીબ પાન વારી શેરીમાં કોઈ શખ્સો જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર સીટી પોલીસે સ્થળ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને રોકડ રકમ રૂ. 10,250 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ રાત્રીના પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફને ખાનગી રાહે બાતમી મળેલ કે ચંદ્રપુર ગામમાં નસીબ પાનવાળી શેરીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે કોઈ શખ્સો જાહેરમાં જુગાર રમતા હોય જેથી પોલીસે સ્થળ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા આશીફ ઉસ્માનભાઈ વડાવીયા,

મકબુલ અબ્દુલભાઈ વકાલીયા, ઈમ્તિયાઝ મામદભાઈ શેરસીયા અને મયુદીન અબ્દુલભાઈ પીંડારને રોકડ રકમ રૂ. 10,250 સાથે ઝડપી પાડી આરોપીઓ સામે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI