વાંકાનેર વિસ્તારની જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમમાં 2.75 ફુટ નવા નીર આવક….

0

છેલ્લા ત્રણ દિવસમાં પડેલ વરસાદથી ડેમમાં 2.75 ફુટ નવા નીરની આવક : ડેમની કુલ સપાટી 29.25 ફુટે પહોંચી….

વાંકાનેર વિસ્તારની જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમમાં છેલ્લા ત્રણ દિવસમાં ધીમીધારે પડેલ વરસાદથી ડેમની સપાટીમાં પોણા બે ફુટ જેટલા વધારો થયો છે, જેમાં ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે હાલ નહિવત પાણીની આવક શરૂ છે….

બાબતે મચ્છુ 1 ડેમની સાઈટ પર સામાન્ય વરસાદને કારણે ડેમમાં ધીમીધારે પાણીની આવક શરૂ થઇ હતી, જેમાં ચોમાસા પુર્વે ડેમની સપાટી 26.50 ફુટ જેટલી નોંધાઇ હતી જેમાં છેલ્લા ત્રણ-ચાર દિવસમાં પડેલા વરસાદથી ડેમમાં 2.75 ફુટ જેટલા નવા નીરનો ઉમેરો થતા હાલ મચ્છુ 1 ડેમની સપાટી 29.25 ફુટે પહોંચી છે. સામાન્ય રીતે હાલ ડેમમાં સંગ્રહિત પાણી વાંકાનેર વિસ્તાર માટે ત્રણથી ચાર માસ ચાલે તેટલું હોવાનો અંદાજ છે…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI