ઓળ ગામની સીમમાં આવેલ ખરાબામાં બનાવેલ ઓરડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, આરોપી ફરાર…
વાંકાનેર તાલુકાના ઓળ ગામની સીમમાં આવેલ એક ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો રાખી એક શખ્સ વેપાર કરતો હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે મોરબી એલસીબી ટીમે સ્થળ પર દરોડો પાડી 240 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી પીઆઈ એમ. આર. ગોઢાંણીયાની સુચનાથી પીએસઆઈ એન. બી. ડાભી અને એન. એચ. ચુડાસમા સહિતનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફનાં ભગીરથસિંહ ઝાલા, તેજસ વિડજા અને દશરથસિંહ પરમારને સંયુક્ત રાહે બાતમી મળી હતી કે, વાંકાનેર તાલુકાના ઓળ ગામની સગો તકીરે ઓળખાતી સીમમાં ખરાબમાં આવેલ એક ઓરડીમાં આરોપી ચેતન કોળી ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો રાખી વેપાર કરે છે…
જેથી મોરબી એલસીબી પોલીસે ઓળ ગામની સગો તરીકે ઓળખાતી સીમમાં આવેલ ચેતન અવચરભાઈ વિંજુવાડીયા/કોળી(રહે. ખોડીયાર માતાજીના મંદિર પાસે, ઓળગામ)ના કબ્જાની ઓરડીમાં દરોડો પાડી વિદેશી દારૂની 240 નંગ બોટલ (કીંમત રૂ.90,000) ઝડપી પાડી, આરોપી ચેતન કોળી સ્થળ પર હાજર ન મળી આવતા તેની શોધખોળ હાથ ધરી છે….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI