ખાનગી શાળાને પસંદ ન કરતા વાંકાનેર શહેરની તદ્દન નજીક આવેલ સરકારી પ્રાથમિક શાળામાં એકસાથે 90 પંચાણું બાળકોએ ધો.1 માં પ્રવેશ મેળવ્યો…

સમગ્ર વાંકાનેર તાલુકાની વિવિધ શાળાઓમાં હાલ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે વાંકાનેર શહેરની તદ્દન નજીક જ આવેલી રાતીદેવરી પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની દરમ્યાન વાલીઓએ પોતાના બાળકો માટે ખાનગી શાળા પસંદ નહીં કરી આને સરકારી શાળામાં એકસાથે 90 બાળકોએ ધોરણ-1 માં પ્રવેશ મેળવી ખાનગીકરણને ઝટકો આપ્યો છે…

શાળામાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ માટે દાતાઓ તરફથી શૈક્ષણિક કીટ તેમજ પરિક્ષામાં એકથી ત્રણ નંબર પ્રાપ્ત કરનાર તથા એન.એમ.એમ.એસ. પરીક્ષામાં નંબર પ્રાપ્ત કરનારને ઇનામ તેમજ દાતાઓને સાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા. સાથે જ ઉપસ્થિત સૌ મહેમાનોને કાઠિયાવાડની આગવી ઓળખ એવા સાફા બાંધી અદકેરું સન્માન કરાયું હતું…

શાળા અને સમાજનો તાલમેલ હોય તો સરકારી શાળાઓમાં પણ ઉચ્ચતમ શિક્ષણ મળી શકે છે આ ઉદાહરણને રાતીદેવરી પ્રાથમિક શાળાએ શાકાર કરી બતાવ્યું છે. ગામના જ યુવા રાજકીય અગ્રણી એવા મહાવીરસિંહ ઝાલાએ ગામના શિક્ષણને એક નવી ઉંચાઇએ લઇ જવાનું બીડું ઝડપ્યુ હોય તેમ શાળાને આર્થિક દાન આપી રહ્યા છે. સમગ્ર કાર્યક્રમનો ખર્ચ લગભગ રૂ. ૪૦,૦૦૦/જેટલો થયો છે. જે તમામ ખર્ચ મહાવીરસિંહ ઝાલાએ ઉપાડી લીધો હતો. માત્ર આપવું જ નહિ પણ મહાવીરસિંહ સતત શાળા સાથે રહી કાર્યક્રમનું આયોજન અને શૈક્ષણિક પ્રગતિ માટે પણ આયોજન કરતા હોય છે. તેમના આવા કાર્યોને બિરદાવતા તાલુકા પંચાયતકચેરી, વાંકાનેર અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી વાંકાનેર દ્વારા તેમને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું, તો સાથે સાથે આ જ શાળાના શિક્ષિકા એવા ડો. પાયલ ભટ્ટનું પણ સન્માન કરવામાં આવ્યુ હતું કે, જેમણે શિક્ષણના પ્રદાન ઉપરાંત પોતાના પ્રથમ પૂર્ણ પગારની ૨કમ રૂ. ૩૦,૦૦૦/- શાળાને દાન કરેલ હતી. તો સરપંચશ્રી વલીમામદભાઇએ ૫૦૦૦ રૂ. દાન શાળાને આપ્યું હતું…

ઉડીને આંખે વળગે તેવી જો કોઇ બાબત હોય તો આ શાળા શિક્ષકોની – કાર્યક્રમની સફળતા માટે જ નહિ. શાળાનો દરેક ખુણો જોઇએ તો સુશોભન તેમજ મટીરીયલ્સ સાથેની સજ્જ શાળા જોઇને એમ લાગે કે અહીં બાળકોના સર્વાંગી વિકાસ માટેની તમામ સગવડો છે. અને સાથે સાથે ગુણવતાવાળા શિક્ષણને પ્રાધાન્ય અપાઇ રહયું છે તે પણ શાળાની એક સારી બાબત છે. શાળાને શૈક્ષણિક રીતે શ્રેષ્ઠતા તરફ લઇ જવાના સતત આગ્રહી અને સતત ઝંખના વાળા તે શાળાના આચાર્ય રજીયાબેન છે. સાથે સાથે તેમનો સ્ટાફ છે જે એક ટીમવર્કથી કાર્ય કરી રહ્યા છે.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાર્યક્રમના અધ્યક્ષ એવા મોરબી જિલ્લા શિક્ષણ સમિતીના ચેરમેનશ્રી સોનગ્રા સાહેબ, વાંકાનેર પ્રાંત અધિકારીશ્રી શિરેસીયા સાહેબ, મોરબી ડી.પી.ઓ. શ્રી સોલંકી સાહેબ, મોરબી જિલ્લા પંચાયત સદસ્યશ્રી જાહિરઅબ્બાસ શેરસીયા, મોરબી નાયબ ડી.પી.ઓ.શ્રી ગલચર સાહેબ, વાંકાનેર ટી.પી.ઓ.શ્રી વોરા સાહેબ, દોશી કોલેજના પ્રાધ્યાપકશ્રી જાની સાહેબ, રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ, વાંકાનેરના પ્રમુખશ્રી સતાસીયા સાહેબ, વાંકાનેર બી.આર.સી. કો.ઓ.શ્રી મયુરસિંહ, મોરબી જિલ્લા ભાજપ મંત્રીશ્રી રસિકભાઇ વોરા, તાલુકા શાળાના આચાર્ય હસમુખભાઇ વગેરે મહાનુભાવો સાથે ગ્રામપંચાયતના તમામ સભ્યોએ હાજરી આપીને
કાર્યક્રમને શોભાવ્યો હતો. આ સાથે ગ્રામજનો, ગામ આગેવાનો અને બહોળી સંખ્યામાં બહેનો પણ હાજર રહયા હતા ને ભવ્ય અને અદભૂત કહી શકાય તેવો આ કાર્યક્રમ સંપન્ન થયો હતો…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI

 

error: Content is protected !!