વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામ ખાતે આવેલ સરકારી જમીન પર 150 ચોરસ મીટર જગ્યામાં બાંધકામ કરી મકાન બનાવી લેનાર શખ્સ સામે વાંકાનેર મામલતદાર દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામે સરકારી ખરાબાના રેવન્યુ સર્વે નંબર 424 પૈકીની 150 ચોરસ મીટર સરકારી જમીન ઉપર આરોપી માવજીભાઈ લાલજીભાઈ વોરા (મૂળ રહે. રાતીદેવળી, હાલ. અમદાવાદ)એ પાકું મકાન બનાવી વાડો બનાવી લેતાં, આ મામલે વાંકાનેર મામલતદાર ઉત્તમકુમાર વિનયભાઈ કાનાણીએ આરોપી સામે વાંકાનેર સીટી પોલીસમાં લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf

error: Content is protected !!