સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઇન્ટર કૉલેજ સ્પર્ધા રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઇન્ડોર સ્ટેડિયમમાં ગઇકાલે યોજાયેલ હોય, જેમાં વાંકાનેરની દોશી કોલેજના ડૉ. વાય. એ. ચાવડા અને કોચ નૈમિશ ખાંડેખાના માર્ગદર્શન હેઠળ બહેનોની ટીમ સેકન્ડ રનર્સ અપ બની છે. આ સાથે જ દોશી કૉલેજની બે બહેનો સારલા વિશાખા ભુપતભાઇ (ધમલપર) અને ઝાપડા મધુ મશરૂભાઈ (લાલપર)ની નેશનલ લેવલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદગી કરવામાં આવી છે…
આ સ્પર્ધામાં દોશી કોલેજ તરફથી ૧). સારલા વિશાખા ભુપતભાઇ (ધમલપર), ૨). ઝાપડા મધુ મશરૂભાઈ (લાલપર), ૩). ગાબુ કિંજલ દેવરાજભાઈ (લુણસરિયા), ૪). ખલીફા સુજાન સાહબુદિનભાઈ (વાંકાનેર), ૫). ગાંગડીયા નીતા લઘરાભાઈ (ભેરડા), ૬). વાઘેલા આરતી શિવાભાઈ (ભેરડા), ૭). બાદી જબિલ અલીભાઈ (પાચદ્રારકા), ૮). ધુલેટીયા કિરણ કિશોરભાઈ (ગારીયા), ૯). ખખ્ખર મહેક અજયભાઈ (વાંકાનેર), ૧૦). પરમાર કોમલ ગોરધનભાઈ (તીથવા), અને ૧૧). મકવાણા ઉર્મિલા ગોવિંદભાઈ (લુણસરીયા)એ કબડ્ડી સ્પર્ધામાં ભાગ લીધેલ હોય જે ટીમ સેકન્ડ રનર્સ અપ થઇ હતી….