વાંકાનેરના ઓળ ગામે ગૌચરમાં થતી ખનીજચોરી રોકવા માલધારી સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઇ….

0

ગ્રામ પંચાયત દ્વારા ખનીજચોરી માટે જમીનની લ્હાણી કરાઈ હોવાનાં ગંભીર આક્ષેપ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી ગેરકાયદેસર ખનન રોકવા માંગ…

વાંકાનેર તાલુકાના ઓળ ગામ ખાતે છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી કરવામાં આવતી હોય, જે બાબતે આ ખનીજ ચોરી રોકવા ગામના માલધારી સમાજ દ્વારા વાંકાનેર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી અને ગામની ગૌચરની જમીનમાં થતી ખનીજ ચોરી રોકવા માંગ કરવામાં આવી છે. આ સાથે જ માલધારી સમાજ દ્વારા ગામનાં સરપંચ, ઉપસરપંચ સહિતની ગ્રામ પંચાયતની બોડી પર ખનીજચોરોને ગૌચરની જમીનની લાણી કરવામાં આવી હોવાનો પણ ગંભીર આક્ષેપ લગાવાયો છે…

બાબતે તેમણે પોતાની રજૂઆતમાં જણાવ્યું છે, ઓળ ગામના સર્વે નં. ૩૩૩/૧ પૈકી ૧૧ ની ગૌચરની જમીનમાં છેલ્લા ઘણા સમયથી ખનીજ માફિયાઓ દ્વારા પાંચ હિટાચી મશીન તથા ૩૦ જેટલા ડમ્પરોથી બેફામ ખનીજ ચોરી સરપંચ, ઉપસરપંચ સહિત ગ્રામ પંચાયતની બોડીની મદદથી કરવામાં આવી રહી છે, જેથી આ બાબતે તાત્કાલિક આ ખનીજચોરી અટકાવી અને ગામની ગૌચરને વેરાન થતી બચાવવા માટે માલધારીઓ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf