અકસ્માતના બનાવમાં સદનસીબે જાનહાનિ ટળી, ત્રણ કાર અને એક રિક્ષામાં નુકશાની પહોંચી….
વાંકાનેર શહેર નજીક હાઇવે પર આજરોજ હસનપર બ્રીજ ઉતરતા અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં બેકાબૂ બનેલા એક લોડેડ ટ્રકના ચાલકે ત્રણ કાર અને એક રીક્ષાને હડફેટે લીધી હતી, જેમાં સદનસીબે કોઈને ફણ ઇજાઓ પહોંચી નહોતી પરંતુ ચારેય વાહનોમાં નુકસાની પહોંચી હતી….
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેર નજીક હાઇવે પર આજરોજ હસનપર બ્રીજ ઉતરતા સાઈડમાં ઉભેલા વાહનોને ત્યાંથી પસાર થતા એક લોડેડ ટ્રકના ચાલકે કાબૂ ગુમાવતા હડફેટે લીધા હતા, જેમાં એક સ્કોર્પિયો, ટીઆગો અને અલ્ટો કાર તથા એક રિક્ષામાં નુકશાની પહોંચી હતી, સદનસીબે આ અકસ્માતના બનાવમાં કોઈપણને ઈજાઓ નહોતી પહોંચી…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf