વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામે જુના મનદુઃખનો ખાર રાખી યુવાન પર પાંચ શખ્સોએ હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે. જેથી આ બનાવ અંગે યુવાનના પિતાએ વાંકાનેર પોલીસમાં પાંચ શખ્સો સામે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી લાલજીભાઈ ભલાભાઈ વોરા (ઉ.વ.-56, રહે. જુના રાતીદેવળી, તા.વાંકાનેર) એ આરોપીઓ વસંતભાઈ ખેંગારભાઈ વોરા, કાળુભાઈ વસંતભાઈ વોરા, પોપટભાઈ વસંતભાઈ વોરા, વિજયભાઈ પરસોતમભાઈ વોરા,

રમેશભાઈ ગોરધનભાઈ વોરા (રહે- પાંચેય- ગામ- જુની રાતીદેવળી તા.વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા. 8 ના રોજ આરોપીઓએ ફરીયાદી સાથે જુના મનદુઃખનો ખાર રાખી ગાળો બોલતા હોય, જેથી ફરીયાદીના દિકરા પ્રકાશે આરોપીઓને ગાળો ન બોલવા ઠપકો આપતા જેનુ સારૂ નહિ લાગતા આરોપીએ ઉશ્કેરાઈ સાહેદ પ્રકાશને લાકડાના ધોકા વતી જમણા પગે તથા

બીજા આરોપીઓએ લોખંડના પાઈપ વતી સાહેદ પ્રકાશને જમણા પગે પેનીના ભાગે ફ્રેક્ચરની ઇજા પહોંચાડી તેમજ સાહેદ પ્રકાશને ઢીકાપાટુનો શરીરે વાંસામા મુંઢ માર મારી સાહેદ પ્રકાશને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અનુસંધાને વાંકાનેર શહેર પોલીસ દ્વારા પાંચેય આરોપીઓ સામે વિધિવત ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/H3EqhQ1RitQGEYhPsrbkpr

error: Content is protected !!