ગ્રામ પંચાયત અને આગેવાનો દ્વારા ગામમાં અજાણ્યા વાહનોને પ્રવેશ ન આપવો, ઠંડાપીણા-આઇસક્રીમ સહિતની વસ્તુઓ પર પ્રતિબંધ, નિશ્ચિત સમય મર્યાદામાં જ દુકાનો ખોલવી, રાત્રે દુકાનો બંધ, ગામમાં ફરજિયાત માસ્ક, કામકાજ વગર બહાર ન નિકળવું સહિતના કડક નિયમો ઘડાયા…

વાંકાનેર વિસ્તારમાં દિનપ્રતિદિન કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે જેની સામે જવાબદાર તંત્ર દ્વારા કોઈ પરિણામલક્ષી કામગીરી ન કરતાં હાલ પરિસ્થિતિ કાબૂ બહાર જણાઇ રહી છે. આવી સ્થિતિમાં પ્રજાને ખુદ જાગૃત થવાની જરૂર હોય જેના માટે વાંકાનેર તાલુકાના રાણેકપર, ચંદ્રપુર, પ્રતાપગઢ સહિતના ગામના નાગરિકોએ પોતાના ગામમાં કોરોના સંક્રમણ ફેલાતું રોકડવા માટે કડક નિયમો અને પ્રતિબંધો લગાવી ગામનાં નાગરિકોએ જાગૃતતા દાખવી છે…

વાંકાનેર વિસ્તારમાં વધતા જતા કોરોના કેસ સંદર્ભે વાંકાનેર તાલુકાના રાણેકપર, ચંદ્રપુર, પ્રતાપગઢ સહિતના ગામોમાં આગેવાનો-સરપંચો દ્વારા મિટિંગ બોલાવી અને ગામલોકો સાથે મળી કોરોના સંક્રમણ ફેલાતું રોકવા માટે કડક નિયમો ઘડાયા છે જેમાં જ્યાં સુધી આપણા વિસ્તારમાં ફેલાયેલી બીમારીઓ કાબૂમાં ન આવે ત્યાં સુધીમાં ગામમાં અજાણ્યા વાહનોને પ્રવેશ ન આપવો, ઠંડાપીણા-આઇસક્રીમ સહિતની વસ્તુઓ પર પ્રતિબંધ, નિશ્ચિત સમય મર્યાદામાં જ દુકાનો ખોલવી, રાત્રે દુકાનો બંધ, ગામમાં ફરજિયાત માસ્ક, કામકાજ વગર બહાર ન નિકળવું સહિતના નિયમો ઘડી અને આ ગામોએ જાગૃતતા દાખવી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/H3EqhQ1RitQGEYhPsrbkpr

error: Content is protected !!