વાંકાનેર-જડેશ્વર રોડ પર આવેલ તાલુકાના રાતીદેવરી ગામ નજીક આસો નદીના પુલ પર ડમ્પર અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતના બનાવમાં ટ્રેક્ટરમાં બેઠેલા ત્રણ વ્યક્તિ અને ડમ્પરમાં બેઠેલ એક એમ કુલ ચાર વ્યક્તિઓને ઈજા પહોંચી હતી જેથી આ બનાવમાં ટ્રેક્ટર ચાલકે બેફીકરાઈથી ડમ્પર ચલાવનાર ચાલક સામે વાંકાનેર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામ ખાતે રહેતા કરસનભાઈ સોમાભાઈ પોતાના હવાલા વાળું ટ્રેક્ટર નંબર GJ 3 SS 4748 લઈને વાંકાનેર-જડેશ્વર રોડ પર રાતીદેવરી ગામ નજીકથી પસાર થઇ રહ્યા હોય ત્યારે આસો નદીના પુલ પર તેમના ટ્રેકટરને સામેથી આવતા ડમ્પર નં. GJ 12 AU 8441 ના ચાલકે અડફેટે લેતાં ટ્રેક્ટરમાં બેઠેલ ફરિયાદી કરસનભાઈ, હકાભાઇ અને કિશનભાઇને શરીરે ઈજા પહોંચી હતી અને સામે ડમ્પરમાં બેઠેલ એક વ્યક્તિને પણ ઇજા થઇ હતી…

જેથી આ બનાવમાં ઇજાગ્રસ્ત ચાર વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવ બાદ ટ્રેક્ટર ચાલકે બેફીકરાઈથી ડમ્પર ચલાવી અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને અકસ્માત સર્જીને વાહન છોડીને નાસી ગયેલા શખ્સને પકડવા માટે તજવીજ શરૂ કરી છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GFSnM2Pym70G4SxYebOaly

error: Content is protected !!