વાંકાનેર તાલુકાના મકતાનપર ગામે વૃદ્ધ કાકાએ તેમના ભત્રીજાને લગ્ન પ્રસંગના હિસાબ બાબતે ઠપકો આપતાં કાકા પર ઉશ્કેરાયેલા ત્રણ ભત્રીજાઓએ હુમલો કરી તેમને લાકડી અને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે જેમાં કાકાએ તેના ત્રણ ભત્રીજા સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મકતાનપર ગામ ખાતે રહેતા માવજીભાઈ લખમણભાઇ રાણેવડીયાએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેમણે તેના ભત્રીજા જગદીશ હમીરભાઇ રાણેવડીયાના લગ્ન પ્રસંગના હિસાબ બાબતે તેને ઠપકો આપતાં જે બાબતનું તેને સારૂ ન લાગતાં ઉશ્કેરાઈ જઈ તેમના ભત્રીજા જગદીશ હમીરભાઇ રાણેવડીયા, ચંદુભાઇ હમીરભાઇ રાણેવડીયા અને મેરાભાઈ હમીરભાઈ રાણેવડીયાએ ફરિયાદીને લાકડી વડે અને ઢીકાપાટુનો માર મારી ત્રણેય ભત્રીજાઓએ કાકાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી….
ઉપરોક્ત બનાવમાં ભોગ બનેલા વૃદ્ધ કાકા માવજીભાઈ લખમણભાઇ રાણેવડીયાએ તેમના ત્રણેય ભત્રીજાઓ સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GFSnM2Pym70G4SxYebOaly