વાંકાનેર તાલુકાના કણકોટ ગામ ખાતે રહેતી એક પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે, જે બનાવની વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કણકોટ ગામ ખાતે રહેતી 25 વર્ષીય રેમીબેન પાંચાભાઇ મુંધવાએ ગઈકાલના રોજ પોતાના ઘરે કોઇ અગમ્ય કારણસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. મૃતક રેમીબેનના લગ્નને સાત મહિના જેટલો સમય થયો હોય અને હાલ તેઓ તેમના સાસુ-સસરા સાથે રહેતા હતા.
આ બનાવની જાણ થતાં વાંકાનેર તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની વધુ તપાસ DySP રાધીકા ભારાઇ ચલાવી રહ્યા છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GFSnM2Pym70G4SxYebOaly