રાતીદેવળી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં જંગલી પ્રાણીઓના ત્રાસથી ખેડૂતોમાં ભયનો માહોલ, રાત્રે વાડી જતાં પણ ખેડૂતો ડરી રહ્યા છે…..

વાંકાનેર તાલુકાના રાતીદેવળી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વીડી અને ડુંગરાળ વિસ્તારમાં મોટા પ્રમાણમાં હોય જેથી અવાર નવાર જંગલી શિકારી પ્રાણીઓ ખેડૂતોના ખેતર સુધી પહોંચી જતા હોય જેના કારણે આ વિસ્તારના ખેડૂતોમાં સતત ભયનો માહોલ જોવા મળી રહ્યો હોય જેના કારણે ખેડૂતો રાત્રીના વાડી જતાં પણ‌ ડરતાં હોય તેથી આ વિસ્તારના ખેડૂતોને રાત્રીના બદલે દિવસના સમયે વિજ પુરવઠો પુરો પાડવા પીજીવીસીએલને રજુઆત કરવામાં આવી છે…

બાબતે આજરોજ રાતીદેવળી ગામના ખેડૂતો પોતાની વ્યથા ઠાલવવા અને રજુઆત કરવા વાંકાનેર નાયબ કાર્યપાલક ઇજનેર શ્રીની કચેરીએ ધસી આવ્યા હતા અને પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે, રાતેદેવળી ગામની આજુબાજુમાં મોટા પ્રમાણમાં ડુંગરાળ, જાડી જાખર અને પાણીના ઝરણાં આવેલ હોય જેના કારણે અવાર નવાર વરૂ, શિયાળ, દિપડા જેવા જંગલી શિકારી પ્રાણીઓ ખેડૂતોના ખેતર સુધી ચડી આવતા હોય છે, જેમાં છેલ્લા એકાદ મહિનાથી જંગલી પ્રાણીઓના આંટાફેરા વધી જતાં આ વિસ્તારના ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ બધા વચ્ચે પીજીવીસીએલ દ્વારા સમયાંતરે ખેડૂતોને રાત્રીના સમયે વિજ પુરવઠો અપાતો હોય જેથી ખેડૂતોએ ફરજિયાત પાણી વાળવા માટે રાત્રીના સમયે વાડી જવું પડે છે, જેમાં આ જંગલી પ્રાણીઓના ત્રાસથી ખેડૂતો રાત્રે વાડી જતાં ડરતાં હોય અને પાક પણ‌ સુકાઈ રહ્યો હોય જેથી બાબતે તાત્કાલિક વિજ વિભાગ દ્વારા ખેડૂતોને પડતી મુશ્કેલીઓને સમજી અને રાત્રીના બદલે દિવસના વિજ પુરવઠો આપવા માંગ કરવામાં આવી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!