વાંકાનેર શહેર ખાતે જે. કે. લક્ષ્મી સિમેન્ટ લિમિટેડ દ્વારા CSR ઍક્ટિવિટીના ભાગ રૂપે કોન્ટ્રાક્ટરો, કડિયા-કારીગરો તથા તેઓના પરિવારજનો માટે વાંકાનેરની દેકાવડીયા હોસ્પિટલ ખાતે નિ:શુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજકોટ જિલ્લાના જે. કે. લક્ષ્મી સિમેન્ટના પ્રમોટર સુનિલભાઈ જૈન, વિક્રમભાઈ રાણભાણ, તેમજ સેલ્સ ઓફિસર સમીરભાઈ મહેતા, વિવેકભાઈ રૂપારેલિયા તથા જીગ્નેશભાઈ ચોરેરા ઉપરાંત ટેકનિકલ ઓફિસર મયુરભાઈ ભટ્ટી, ટંકારાના બીપીનભાઈ પ્રજાપતિ મારુતિ સેલ્સ ઉપસ્થિત રહ્યા હતા….

આ તકે દેકાવાડીયા હોસ્પિટલના એમ. ડી. ડો. ઈમ્તિયાઝ દેકાવાડીયા દ્વારા હાજર દર્દીઓનું રેગ્યુલર ચેકઅપ, સુગર, બ્લડપ્રેશર, ઓક્સિજન લેવલ, હાઈટ, વજન, B.M.I. વગેરેની તપાસ કરવામાં આવી હતી, જેમાં બહોળા પ્રમાણ મોરબી, ટંકારા, વાંકાનેરના ડીલર પરિવારોએ લાભ લીધો હતો. જે. કે. લક્ષ્મી સિમેન્ટ દ્વારા કડિયા, કોન્ટ્રાક્ટરો, તથા તેના પરિવારજનોની સ્વાસ્થ્યની જાળવણીના ભાગરૂપે આખા ગુજરાતના દરેક જિલ્લા તથા તાલુકા લેવલે આરોગ્ય કેમ્પનું નિ:શુલ્ક આયોજન કરવામાં આવે છે. જેમાં ઉપરોક્ત તપાસ સાથે આંખની, હૃદયની તથા વિવિધ રોગની ચકાસણી આ હેલ્થ ચેકઅપ કેમ્પમાં નિ:શુલ્ક કરી આપવામાં આવે છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!