વાંકાનેર શહેર ખાતે વિવિધ સરકારી યોજનાઓની માહિતી જન જન સુધી પહોંચાડવા માટે છેલ્લા ઘણા સમયથી લોક સેવા કેન્દ્ર ચાલું હોય જેમાં ફરજ બજાવતા કર્મચારી પાસ સરકારી યોજનાની માહિતી લેવા આવેલ એક શખ્સએ ફરજ પરના કર્મચારીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી, ઝાપટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવમાં આરોપી સામે વાંકાનેર સીટી પોલીસે એન્ટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના મિલપ્લોટ વિસ્તારમાંથી શેરી નં-૫ ખાતે રહેતા ફરિયાદી વિનોદભાઈ રામદાસભાઇ રાઠોડએ વાંકાનેર સીટી પોલીસમાં ટંકારા તાલુકાના નસીતપર ગામ ખાતે રહેતા આરોપી રાજેશભાઈ બરાસરાની સામે ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી વાંકાનેર શહેરની ગરાસીયા બોડીંગ પાસે આવેલ લોક સેવા કેન્દ્રમાં સરકારી યોજનાની માહિતી આપવાનું કામ કરતા હોય ત્યારે આરોપી રાજેશભાઈ બરાસરા ત્યાં આવી સરકારી યોજના બાબતે માહિતી આપવાનું કહેતા ફરિયાદી વિનોદભાઈ રાઠોડ યોજનાની માહિતી આપતા હોય ત્યારે,

આરોપી રાજેશ બરાસરાએ કહ્યું હતું કે મોટાભાગની યોજનાઓ અનુસુચિત જાતી માટેની જ છે, સવર્ણોને તો આવી યોજનાનો કોઈ લાભ મળતો નથી, જેથી ફરિયાદીએ પોતે પણ અનુસુચિત જાતિના હોવાનું કહેતા, એકદમ ઉશ્કેરાઇ જઇ આરોપીએ ફરિયાદીને કહેલ કે તારી જેવા માણસો જ સરકારી યોજનાનો લાભ ખાઈ જાય છે, કહી ફરિયાદી સાથે બોલાચાલી કરી ફરિયાદી વિનોદભાઈને એક ઝાપટ મારી, ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી,

જેથી આ બનાવમાં ભોગ બનેલા યુવાને આરોપી સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે આઇ.પી.સી.કલમ- ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) તથા અનુસુચિત જાતિ અને અનુ.જનજાતિ પ્રતિબંધ અધિનિયમ કલમ ૩(૧) (આર) (એસ), ૩(૨) (૫-એ) મુજબ ગુનો નોંધીને આરોપીને પકડી પાડવા તજવીજ શરૂ કરી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!