વાંકાનેર : હાઇ પ્રોફાઇલ એમ.ડી. ડ્રગ્સ પ્રકરણમાં ઝડપાયેલ આરોપીના રિમાન્ડ મંજુર, તપાસનો ધમધમાટ તેજ….

0

વાંકાનેર જેવા નાના સેન્ટરોમાં રેર એવા એમ.ડી. ડ્રગ્સનો વેપલો કેટલો ફેલાયેલો ?, કોણ છે મોંઘેરી ગ્રાહકો ?

વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામ નજીક આવેલ કારખાનાની ઓરડી કેમિકલના વેપાર કરવા માટે ભાડે રાખી રાજસ્થાનના એક શખ્સ દ્વારા અહીં અતિ કિંમતી અને રેર એવા એમ.ડી. ડ્રગ્સનો વેપલો શરૂ કરતાં બાબતની જાણ પોલીસ તંત્રને થતાં પોલીસે સ્થળ પર દરોડો પાડી એક શખ્સને લાખોની કિંમતના ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધા બાદ આરોપીને કોર્ટમાં રજુ કરતા કોર્ટે આગામી તા. 04 ફેબ્રુઆરી સુધીના આરોપીના રિમાન્ડ મંજુર કર્યા છે…

મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડિયા ગામની સીમમાં આવેલ આદિત્યરાજ રીફેકટરીઝ નામના કારખાનામાં દરોડો પાડી ઓમપ્રકાશ હનુમાનરામ ચૌધરી(જાટ) નામના રાજસ્થાની શખ્સને 136.20 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ સાથે ઝડપી લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે એમ.ડી. ડ્રગ્સ ખુબ રેર અને હાઈ પ્રોફાઈલ હોય જેનો ઉપયોગ પણ હાઈ પ્રોફાઈલ લોકો જ કરતા હોય ત્યારે વાંકાનેર જેવા નાના સેન્ટરમાં પણ એમ.ડી. જેવું ડ્રગ્સ ઝડપાતા બનાવ ટોક ઓફ ધ ટાઉન અને અતિ હાઇ પ્રોફાઇલ કેસ બની ગયો છે….

બનાવ બાદ પોલીસે આરોપીને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટ દ્વારા આરોપીના આગામી તા. 04 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે, જેથી હવે પોલીસ તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. હાલ પોલીસ આ એમ.ડી. ડ્રગ્સનો મોરબી જીલ્લામાં ક્યાં ક્યાં કાળો કારોબાર ચાલે છે અને કેટલા લોકો તેનો ઉપયોગ કરતા તેમજ આ આરોપીએ કોને કોને ડ્રગ્સ સપ્લાય કર્યો તે દિશામાં તપાસ શરૂ કરી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1