વાંકાનેર-જડેશ્વર રોડ પર આવેલ તાલુકાના રાતીદેવરી ગામ નજીક આજે સવારના સમયે ડમ્પર અને સીએનજી રીક્ષા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં સીએનજી રીક્ષા સવાર ડ્રાઈવર સહિત કુલ ચાર શખ્સોને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તમામને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર-જડેશ્વર રોડ પર આવેલ રાતીદેવરી ગામ નજીક આજે સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ એક ડમ્પર અને સીએનજી રીક્ષા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં રિક્ષામાં બેસેલ ચાર શખ્સોને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા…
આ અકસ્માતના બનાવમાં સીએનજી રીક્ષાનો બુકડો બોલી જતાં તમામ ઈજાગ્રસ્તો રિક્ષા અને ડમ્પર વચ્ચે ફસાઈ ગયા હતા જેને આધુનિક મશીનો વડે કલાકોની ભારે જહેમત બાદ તમામને બહાર કાઢવામાં આવ્યા હતા અને હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા….
અત્રે ઉલ્લેખનીય છે કે રિક્ષા ચાલક સંજયભાઈ કાનજીભાઈ દિનોજા અને ત્રણ પેસેન્જર વિરબહાદુર બાબુભાઈ શર્મા, સચિન શંકરભાઈ શર્મા તથા રામગોપાલ મનોજભાઈ શર્માને અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચતા તમામને પ્રથમ વાંકાનેર સરકારી જ્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EDrEarSL9YFCHucMHVvFvN