વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામેથી ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા આઠ શખ્સોએ કુલ રૂ. 70,300 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમના પેટ્રોલિંગ દરમિયાન પો.કો. અકિલભાઈ બાંભણીયાને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકાના જુના સિંધાવદર ગામે ફાટક વાળા રસ્તે પેઢલી વિસ્તારમાં રહેતા સીંધેશભાઈ દેવજીભાઈ દંતેસરીયાના મકાનોમાં જુગારની રેડ કરી જુગાર રમતા આઠ શખ્સોએ કુલ રૂ. 70,300 સાથે ઝડપી લીધા હતા…
વાંકાનેર તાલુકા પોલીસની આ રેડ દરમ્યાન જુગાર રમતા ૧). સીંધેશભાઈ દંતેસરીય(ઉ.વ. 35), ૨). વીપુલભાઈ દેવશીભાઈ વીરસોડીયા(ઉ.વ. 22), ૩). રમેશભાઈ લાખાભાઈ વીરસોડીયા (ઉ.વ. 47), ૪). બટુકસિંહ ચંપુભા ઝાલા (ઉ.વ. 49), ૫). નીજામુદ્દીન શેરસીયા (ઉ.વ. 35), ૬). હનીફ શેરસીરા (ઉ.વ. 33), ૭). મમદભાઈ શેરસીયા (ઉ.વ. 48) અને ૮). અબ્દુલભાઈ બાદી (ઉ.વ. 38)ને કુલ રૂ. 70,300 સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ સામે જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર તાલુકા પોલીસની આ કામગીરીમાં પીએસઆઇ આર. એ. જાડેજા, મયુરધ્વજસિંહ જાડેજા, જુવાનસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, હરિશ્ચંદ્રસિંહ ઝાલા, મુકેશભાઈ જીલરીયા, સંજયસિંહ જાડેજા, અકિલભાઈ બાંભણીયા, અજયસિંહ ઝાલા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EDrEarSL9YFCHucMHVvFvN