ગાંડી વેલના કારણે પાણીનો સંગ્રહ ઘટી જવાનો અને તેમાં રહેતા ઝેરી સાપોના કારણે કાંઠ વિસ્તારના નાગરિકો ત્રાહિમામ, ગાંડી વેલનું સામ્રાજ્ય વિસ્તારે તે પુર્વે તેને દુર કરવી અનિવાર્ય…

વાંકાનેર શહેરની મધ્યમાંથી પસાર થતી મચ્છુ નદીમાં ચોમાસા દરમિયાન પાણી આવતા તેમા પ્રથમ વખત ગાંડી વેલનું સામ્રાજ્ય સ્થાપિત થવાની શરૂઆત થઇ ચુકી છે. જેનો સંપૂર્ણ ફેલાવો થાય અને પાણી પ્રદુષિત બને તે પુર્વે તેને દુર કરવી જરૂરી બની છે. આ ગાંડી વેલનો વિકાસ અંત્યંત ઝડપથી થતો હોય જેથી હાલ શરૂઆતમાં જ તેને દુર કરવામાં આવે તો તેને આખી નદીમાં ફેલાતી અટકાવી શકાય તેમ છે…

બાબતે મચ્છુ નદીના કિનારે રહેતા સ્થાનિક નાગરિકોના મતે નદીમાં ગાંડી વેલના કારણે ઝેરી સાપની સંખ્યા વધી રહી છે, જેથી અવાર-નવાર ઘરમાં સાપ પ્રવેશે છે. જેના દંશથી કોઈ નિર્દોષ નાગરિકનો ભોગ લેવાઈ તે પહેલાં પાલિકા તંત્ર દ્વારા નદીમાંથી ગાંડી વેલ દુર કરવામાં આવે તેવી સ્થાનિક નાગરિકોમા લોકમાંગ ઉઠી છે….

પાંચ-સાત વર્ષ પુર્વે મોરબી મચ્છુ નદીમાં શરૂ થયેલ ગાંડી વેલના કારણે આજે તેને નદીમાંથી દુર કરવી મુશ્કેલ બની છે અને આ ગાંડી વેલને દુર કરવા મોટા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા જેમાં પણ મસમોટા ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે જેની પણ અત્રે નોધ લેવી ઘટે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EDrEarSL9YFCHucMHVvFvN

error: Content is protected !!