વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામ ખાતે રહેતો એક યુવાન સરપંચ સાથે ફરતો હોય, જેથી આ બાબતનો ખાર રાખી ચાર શખ્સોએ યુવાન સહિત ત્રણ વ્યકિતઓને તેની દુકાનમાં ઘૂસીને ગાળો આપી, ઢીકાપાટુનો માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામ ખાતે રહેતા સંઘાભાઈ મગનભાઈ ઉકેડીયા (ઉ.વ. 42) નામનો યુવાન ગામના સરપંચ સાથે ફરતો હોય જેથી આ બાબતે તેના ગામના હિરાભાઈ ભીમાભાઈ કૂંણપરા, જોની નાનજીભાઈ કૂંણપરા, સંજયભાઈ મનસુખભાઇ કુણપરા અને સવશીભાઈ જાદુભાઈ કૂંણપરાને સારું નહીં લાગતા ચારેય આરોપીઓએ સંઘાભાઈની દુકાને આવી સંઘાભાઈ તેમના પત્ની અને અન્ય સાહેદ કૈલાશબેનને ભુંડાબોલી ગાળો આપી, લાકડાના ધોકા વડે તથા ઢુકાપાટુનો માર માર્યો હતો….
ઉપરોક્ત બનાવ અનુસંધાને ભોગ બનેલા સંઘાભાઈના પત્ની ફૂલીબેન ઉકેડીયાએ ચારેય આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય આરોપીઓ સામે આઇપીસી કલમ 323, 447, 504, 114 તથા જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0