મંડળીના પ્રમુખ અલીભાઈ માથકીયા વિરુદ્ધ સભ્યોએ મુકેલ અવિશ્વાસ પ્રસ્તાવ સામે મતદાનમાં બહુમતી સાબિત ન થતાં અવિશ્વાસ પ્રસ્તાવ રદ….
વાંકાનેર તાલુકાની અરણીટીંબા સેવા સહકારી મંડળીના પ્રમુખ અલીભાઈ માથકિયા વિરુદ્ધ મંડળીના સભ્યો દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો, જેની સામે આજે બહુમત પરીક્ષણ કરવામાં આવતા સભ્યો દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવની સહમતીમાં ૨/૩ બહુમતી ન કેળવાતા પ્રમુખ સામેની અવિશ્વાસ દરખાસ્ત રદ કરવામાં આવી છે….
બાબતે પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાની અરણીટીંબા સેવા સહકારી મંડળીમાં છેલ્લા 11 વર્ષથી પ્રમુખ પદે માથકીયા અલીભાઈ મામદભાઈ કાર્યરત હોય, જેની સામે થોડાં દિવસ પહેલા મંડળીના સભ્યો દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો, જેથી આ બાબતે જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા આજરોજ આ અવિશ્વાસ પ્રસ્તાવ માટે મતદાન યોજવામાં આવ્યું હતું. જેમાં કુલ 14 સભ્યો હાજર રહ્યા હતા….
મતદાન સમયે હાજર 14 સભ્યોમાંથી અવિશ્વાસ પ્રસ્તાવ મંજૂર કરવામાં માટે 2/3 સભ્યો એટલે કે કુલ 10 સભ્યોની જરૂર હોય જેમાં આજે મતદાન બાદ અવિશ્વાસ પ્રસ્તાવની તરફેણમાં 9 સભ્યો અને પ્રસ્તાવની વિરુદ્ધમાં 4 સભ્યો તથા એક મત રદ થતાં પ્રમુખ સામેનો અવિશ્વાસ પ્રસ્તાવ રદ થયો હતો. જેથી અરણીટીંબા સેવા સહકારી મંડળીના પ્રમુખ પદે માથકીયા અલીભાઈ મામદભાઈ યથાવત રહ્યા હતા…..
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0