ગોંડલ, રાજકોટ, મોરબી, હળવદની દસથી બાર જેટલી ફાયરબ્રિગેડની ટીમોની તનતોડ મહેનત બાદ પણ આગ હજુ બેકાબૂ, અમદાવાદ-જામનગર-સુરેન્દ્રનગર-ચોટીલા સહિતના સ્થળોએ મદદ માટે ટીમો રવાના….

વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામ ખાતે આવેલ દિયાન પેપરમિલ નામની પેપર બનાવતી મીલમાં આજે બપોરના સમયે અચાનક કોઈ કારણસર આગ લાગી ગઈ હતી જેમાં એકાએક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ફાયરબ્રિગેડની મદદ મંગાવવામાં આવી હતી. જેમાં હાલ સાત કલાક કરતાં વધુ સમય બાદ પણ આગ પર કાબુ મેળવી શકાયો નથી. હાલ સ્થળ પર ગોંડલ, રાજકોટ, મોરબી, હળવદ સહિતની ફાયરબ્રિગેડની દસથી બાર જેટલી ટીમો આગ ઓલવવા માટે પ્રયાસો કરી રહી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર રાતાવીરડા ગામ નજીક આવેલ દિયાન પેપરમિલમાં આજે બપોરના સમયે મિલમાં કોઈ કારણસર આગ લાગી હતી જેમા એકાએક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં તંત્ર સ્થળ પર દોડી ગયું હતું અને આગ પર કાબુ મેળવવા માટે મોરબી, ગોંડલ, રાજકોટ, ચોટીલા સહિતના નજીકના સ્થળેથી ફાયરબ્રિગેડની ટીમોને મદદ માટે બોલાવવામાં આવી હતી, દરમ્યાન આઠ કલાક કરતાં વધુ સમય બાદ પણ દસ કરતાં વધું ટીમો આગ પર કાબુ મેળવી ન શકતા અન્ય સ્થળેથી પણ મદદ બોલાવાઈ છે…

વધુમાં આ મિલમાં વેસ્ટ પેપરની ગાસડીઓ અચાનક કોઈ કારણસર આગ લાગી હતી જે જોત જોતામાં ભયાનક બની જતા મોરબી, ગોંડલ, રાજકોટ, હળવદના ફાયરબ્રિગેડની મદદ લેવામાં આવી છે. હાલ 10થી વધુ ફાયરબંબા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. બાબતે વધુમાં વાંકાનેર પ્રાંત અધિકારીના જણાવ્યા મુજબ આગ મહા વિકરાળ હોય અને આઠ કલાક બાદ પણ કાબૂમાં ન આવતા વધુ મદદ માટે અમદાવાદ, સુરેન્દ્રનગર, ચોટીલા અને જામનગરથી પણ ફાયરની ટિમો બોલવવામાં આવી છે. જે સ્થળ પર આવવા માટે રવાન થઈ ચુકી હોય અને ટુંક સમયમાં જ તે પણ મદદ માટે પહોંચી જશે….

આજુબાજુના ગામડાઓમાં સળગેલ કાગળોની રાખ પહોંચી…

દિયાન પેપરમિલમાં લાગેલ આ આગના કારણે આજુબાજુના ગામડાઓમાં આગની રાખ ઉડી રહી છે જેના કારણે ગ્રામજનોમાં કુતુહલ જોવા મળી રહ્યું છે જેમાં આ આગના કારણે સળગેલ કાગળોની રાખ હવામાં ઉડી અને આજુબાજુના વિસ્તારોમાં જોવા મળી રહી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FQWzB7ZzE0h45fzbIYsLE2

error: Content is protected !!