મોરબી એસઓજીની ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પરથી બે શખ્સોને ગેરકાયદેસર ગાંજાના બે કિલો જેટલા જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, આ બનાવમાં અન્ય એક આરોપીનું નામ ખુલતા પોલીસે તેની સામે પણ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન સ્ટાફને ચોક્કસ ખાનગી બાતમી મળેલ કે, વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ મહાવીર ખાના હાઉસ, રાજસ્થાની દાલબાટી હોટલ પાછળ, દુકાન નંબર બેમાં બે રાજસ્થાની શખ્સો ગાંજાના જથ્થો રાખી વેપાર કરતા હોય જેથી પોલીસે સ્થળ પર દરોડો પાડી આરોપી ધર્મેન ઉર્ફે ધરમું નંદકિશોર તિવારી (ઉ.વ.21) અને સુનીલ નંદકિશોર તિવારી (રહે. બંને હાલ સરતાનપર રોડ, મૂળ રહે એમપી)ને બે કિલો ગાંજાના જથ્થો, બે મોબાઈલ તેમજ ડીજીટલ વજન કાંટો સહિત કુલ રૂ. 36,700 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
આ બનાવમાં ઝડપાયેલ બંને આરોપીઓ ગાંજાનો જથ્થો અન્ય શખ્સ જયમલસિંહ સુમેરસિંહ રાજપૂત(મારવાડી) (રહે. હાલ મકનસર, મૂળ રાજસ્થાન) પાસેથી લાવ્યાની કબુલાત આપતા પોલીસે સ્થળ પરથી બે શખ્સોને ઝડપી પાડી અન્ય ત્રીજા આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ગુનો રજીસ્ટર કરાવી વધુ તપાસ હાથ ધરી છે…
મોરબી એસ.ઓ.જી.ટીમની આ કામગીરીમાં પીઆઈ જે. એમ. આલ, પીએસઆઈ પી. જી. પનારા, રસિકભાઈ કડીવાર, સબળસિંહ સોલંકી મહાવીરસિંહ પરમાર, મુકેશભાઈ જોગરાજીયા, સતીષભાઈ ગરચર, ભાવેશભાઈ મિયાત્રા, પ્રિયંકાબેન પૈજા, સંદીપભાઈ માવલા તેમજ વાંકાનેર તાલુકા પોલીસના વિઠલભાઈ સારદીયા, મયુરધ્વજસિંહ જાડેજા અને હરીશચંદ્રસિંહ ઝાલા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FQWzB7ZzE0h45fzbIYsLE2