વાંકાને૨ શહેર ખાતે રહેતા ફરિયાદી જોબનપુત્રા ચંદ્રકાંતભાઈ ત્રિભોવનદાસએ વાંકાને૨ના આરોપી મીતેષ રમેશભાઈ માણેકને મિત્રતાના ધોરણે રૂ. સાત લાખ પુરા સાત વર્ષ અગાઉ હાથ ઉછીના આપેલ હોય જે રકમ પૈકી રૂ. 4.80 લાખ ચુકવવા આરોપીએ ફરિયાદીને યુનીયન બેન્ક ઓફ ઈન્ડીયા વાંકાનેર શાખાનો ચેક આપેલ, જે ચેક ફરીયાદીએ બેન્કમાં વટાવવા નાંખતા અપુરતા ભંડોળના કા૨ણે ચેક પ૨ત ફરતાં ફરીયાદીએ આરોપી સામે વાંકાનેરની કોર્ટમાં નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબ ફરીયાદ દાખલ કરેલ, જે ફરીયાદના કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદીએ આરોપી મીતેષ ૨મેશભાઈ માણેકને મિત્રતાના ધોરણે સાત લાખ રુપિયા સાત વર્ષ અગાઉ હાથ ઉછીની આપેલ હોય જે ૨કમ વસુલ કરવા ફરિયાદે મીતેષ પાસેથી રુ. 4.80 લાખનો ચેક મેળવી બેન્કમાં જમા કરાવવા નાખતા આરોપીના ખાતાંમા અપુરતુ ભંડોળ હોવાના કારણે ચેક રીટર્ન થયેલ,
જેથી ફરીયાદીએ આરોપીને નોટીસ આપી વાંકાનેર કોર્ટમાં નેગોશીએબલ એકટ મુજબ ફરીયાદ દાખલ કરતા ફરીયાદીએ રજુ કરેલ પુરાવાઓ અને બચાવ પક્ષનો બચાવ અને દલીલો ધ્યાને લઈ ફરીયાદીએ આરોપીને આપેલ રકમ પુરવાર ન કરી શકતા વાંકાનેર કોર્ટના જજશ્રી એમ. સી. પટેલનાએ કેસના પુરાવાઓ તથા બન્ને પક્ષની દલીલો ધ્યાને લઈ આરોપી મીતેષ રમેશભાઈ માણેકના બચાવ પક્ષે વકીલ શ્રી સરફરાઝ પરાસરા, શકીલ પી૨ઝાદા, એ. વાય શે૨સીયાની રજુઆતો ધ્યાને લઈ આરોપીને નેગોશીયેબલ એકટ કલમ ૧૩૮ ના ગુન્હામાથી નિર્દોષ છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FQWzB7ZzE0h45fzbIYsLE2