વાંકાનેર શહેરની નામાંકિત વેપારી પેઢી એવી એમ.આર.પી. ટ્રેડિંગ હના ઓનર મંજૂરહુસેન રહીમભાઈ પરાસરા અને તેમના પરિવારના સભ્યો પર તેમના પત્નીએ ફરિયાદ કરી હતી. જે કેસ વાંકાનેર નામદાર કોર્ટમાં ચાલી જતા કોર્ટે તા.૧૬/૨/૨૦૨૨ ના રોજ તમામ આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલ છે….
આ કેસની ટુંકમાં વિગત એવી છે કે, વાંકાનેર તાલુકાના લાલપર ગામના ફીરદોશબેન રહીમભાઈ ખોરજીયાએ તેમના પતિ મંજુરહુશેન રહીમભાઈ પરાસરા તથા સસરા રહીમભાઈ અભરામભાઈ પરાસરા, સાસુ રીમીબેન, દિયર મહમદરજાક, નણંદ નુરજહાંબેન તથા કાકાજી સસરા મીમનજીભાઈ પરાસરા સામે રાજકોટ પોલીસ સ્ટેશનમાં એવી ફરીયાદ નોંધાવેલ કે,
તેમના પતિ તથા ઉપર જણાવેલ સસરા પક્ષના ભેગા મળી લગ્નજીવન દરમ્યાન નાની નાની બાબતમાં મેણા-ટોણા બોલતા હતા તેમજ પિયરથી કરીયાવર ઓછો લાવેલ છો, જેથી રૂપિયા લઈ આવ તેમ કહી દહેજની માંગણી કરતા હતા તેમજ ફરીયાદીને સંતાન ન થતા જે બાબતે મારકુટ કરી તારા માવતરે જતી રહે અને તલ્લાકનામું આપી દે નહીતર જાનથી મારી નાંખીશ તેવી ફરીયાદ કરેલી…
જે અન્વયે વાંકાનેર પોલીસે આરોપીઓ સામે ઈ.પી.કો. કલમ-૪૯૮(ક), ૩૨૩, ૫૦૪, ૫૦૬(ર), ૧૧૪ તથા દહેજ ધારાની કલમ-૩(૫) મુજબનું ચાજૅશીટ કરેલ. સદરહું કેસ કોર્ટમાં ચાલી જતા ફરીયાદ પક્ષે સાત સાહેદોને તપાસેલા તથા નવ દસ્તાવેજી પુરાવા રજુ કરેલા ત્યારબાદ બંને પક્ષકારોને સાંભળીને તથા આરોપી પક્ષે વાંકાનેરના સીનીયર ધારાશાસ્ત્રી હરીશભાઈ શેઠે હાઈકોર્ટે તથા સુપ્રિમકોટૅના ચુકાદાઓ રજુ કરેલ તે ધ્યાને લઈ નામદાર કોર્ટે ફરીયાદીએ હાલની ફરીયાદ એકમાત્ર આરોપીઓને હેરાન-પરેશાન કરવા કરેલ હોય તેવી બચાવપક્ષની દલીલ માન્ય રાખી વાંકાનેરના મહે. જયુડીશીયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ શ્રી એમ.સી.પટેલે તા.૧૬/૨/૨૦૨૨ ના રોજ તમામ આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલ છે. આ કામમાં આરોપી પક્ષે વાંકાનેરના સીનીયર વકીલશ્રી હરીશભાઈ શેઠ રોકાયેલ હતા….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FQWzB7ZzE0h45fzbIYsLE2