વાંકાનેર તાલુકાના કણકોટ ગામ ખાતે રહેતી એક યુવતીને તેની પાડોશમાં રહેતો યુવાન ભગાડી ગયો હોય બાદ બંને પરિવારો વચ્ચે સમાધાન થઈ ગયું હતું, જેમાં યુવતીની માતા શેરીમાંથી નિકળતા યુવાને “તારી દીકરીને હજુ ફરી ભગાડી જેવી છે” તેમ કહી યુવતીની માતા પર બે મહિલા સહીત ત્રણ શખ્સોએ હુમલો કરી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે મહિલાની ફરિયાદ પરથી આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કણકોટ ગામ ખાતે રહેતા હંસાબેન લાલજીભાઈ માલકીયા (ઉ.વ. 45)ની દિકરીને તેના પાડોશમાં રહેતો એક યુવાન થોડા સમય અગાઉ ભગાડી ગયો હતો જે બાદ બંને પરિવારો વચ્ચે સમાધાન થયું હતું. જેમાં ફરિયાદી પોતાના ઘર પાસે શેરીમાંથી જતાં હોય ત્યારે આરોપી હેતલ મનજીભાઈએ તેઓને “તારી દીકરીને હજુ ભગાડી જવી  છે” તેવું કહ્યું હતું જેથી કરીને બોલાચાલી થઈ હતી અને ત્યાર બાદ હેતલબેન લાભુબેન અને રાજુભાઈએ ફરિયાદીને લાકડી વડે માર મારી, ગાળો આપીને તેમણે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી….

જેથી આ બનાવમાં ફરિયાદી હંસાબેનની ફરિયાદ પરથી વાંકાનેર તાલુકા પોલીસ આરોપી રાજુ મનજીભાઈ, તેની માતા લાભુબેન મનજીભાઇ અને બહેન હેતલ મનજીભાઇ(રહે. બધા કણકોટ) સામે વિધિવત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FQWzB7ZzE0h45fzbIYsLE2

error: Content is protected !!