વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામ નજીક કોઈ અજાણ્યા શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને રોકડ રકમ રૂ. 3,750 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામ નજીક કોઈ શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડી પાદરમાં જુગાર રમતા હોવાની જાહેરમાં જુગાર રમતા ૧). સુખદેવભાઈ ધનજીભાઈ ઉઘરેજા, ૨). હનાભાઇ દેવરાજભાઇ ઉકેડીયા,
૩). દેહરભાઇ મોહનભાઇ ઉકેડીયા, ૪). લાખાભાઇ જેસાભાઇ અબાસણીયા અને ૫). ગણેશભાઇ પ્રભુભાઇ ભવાણીયાને રોકડ રકમ રૂ. 3,750 સાથે પકડી પાડી તમામ સામે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FQWzB7ZzE0h45fzbIYsLE2